Ahmedabad : ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી, ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઇ અટકાયત, જુઓ Video
શિક્ષિકાને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી કરવાનોનો શિક્ષિકાએ અસ્વિકાર કર્યો હતો.
અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસે અટકાયતી પગલા લીધા છે. શિક્ષિકા હિનલ પ્રજાપતિને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી કરવાનોનો શિક્ષિકાએ અસ્વિકાર કર્યો હતો.
શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની માગ કરી હતી. શિક્ષિકાએ ચૂંટણી કામ નહીં કરતા મામલતદારે આ શિક્ષિકાની અટકાયતનો હુકમ કર્યો હતો. જેના પગલે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી.
આ પણ વાંચો- Rajkot : બાળકો અને યુવા પેઢીને મોબાઇલની લત છોડાવવા વિદ્યાર્થિનીઓનો અનોખો પ્રયાસ, જુઓ તસવીરો
શિક્ષિકા સામે અટકાયતી પગલાંને લઈને ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યુ હતુ કે નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું છે. લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યુ હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો