કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસે નીતિશ લાલણને આપી ટિકિટ, જાણો કોણ છે નીતિશ લાલણ
કચ્છ લોકસભા બેઠક પરથી આ વખતે યુવા ચહેરાને તક આપવામાં આવી છે. કોંગ્રેસે યુવા નેતા નીતિશ લાલણને ટિકિટ આપી છે. કચ્છ બેઠક પર ઉમેદવારની જાહેરાત થતાં કોંગ્રેસના કાર્યકરોએ નીતિશ લાલણને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. તો નિતેશ લાલણને લોકસભા ચૂંટણીમાં જંગી મતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લોકસભાની ચૂંટણીની ટૂંક સમયમાં જ જાહેરાત થવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે અને ખેલાડીઓની પસંદગી થઇ રહી છે. ત્યારે ભાજપ બાદ કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં કચ્છ બેઠક પર પણ ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે.
કચ્છ લોકસભા બેઠક પરથી આ વખતે યુવા ચહેરાને તક આપવામાં આવી છે. કોંગ્રેસે યુવા નેતા નીતિશ લાલણને ટિકિટ આપી છે. કચ્છ બેઠક પર ઉમેદવારની જાહેરાત થતાં કોંગ્રેસના કાર્યકરોએ નીતિશ લાલણને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. તો નિતેશ લાલણને લોકસભા ચૂંટણીમાં જંગી મતથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ મોવડી મંડળનો આભાર માન્યો હતો.
કોણ છે નીતિશ લાલન ?
નીતિશ લાલણ સક્રિય સભ્ય તરીકે પક્ષમાં સતત કાર્યરત રહ્યા છે. 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે જોડાયા હતા. મતદાન એજન્ટ તરીકે જમીનીસ્તર પર કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં બૂથનું સંચાલન પણ સંભાળ્યું છે. હાલમાં પૂર્વ કચ્છ જિલ્લા ભારતીય યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. ગાંધીધામ એસેમ્બલી ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે.
આ ઉપરાંત ગાંધીધામની મૂળભૂત અને માળખાકીય સુવિધાઓ માટે લડત કરી છે. ગરીબ-બેઘર લોકોના ઘર અને આજીવિકા માટે લડત ચલાવી છે. બેરોજગારી, વિદ્યાર્થીઓના અધિકારો, ડ્રગના દૂષણ અંગે પણ લડત ચલાવી, તો યુવાનોને કોંગ્રેસમાં સક્રિયપણે જોડવા માટે કવાયત કરી છે. પ્રથમ વખતના મતદારો વચ્ચે કોંગ્રેસ વિચારધારાને પહોંચાડી છે. તેઓ શિપિંગ અને લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે જોડાયેલા છે.