સુરતથી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ વિવાદ મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ, ભાજપના ઈશારે કરી રહ્યુ છે કામ, હાઈકોર્ટમાં જવાની બતાવી તૈયારી

સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં વિવાદ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો, પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે ભાજપે આખુ તંત્ર ઉભુ કર્યુ છે. ટેકેદારો સાથે વેવર કર્યા બાદ વાંધો ઊભો થયો છે. અમારી લીગલ ટીમ દ્વારા હાલ સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. ભાજપ પ્રશાસનનો ઉપયોગ કરી રહ્યું છે અને તંત્ર ભાજપ સામે નતમસ્તક છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Apr 20, 2024 | 11:56 PM

સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ દાવો કર્યો કે સુરતમાં જે ખેલ ખેલવામાં આવ્યો છે તેની પાછળ ભાજપના પ્યાદાઓને કોંગ્રેસ ખુલ્લા પાડશે. એટલુ જ નહીં રમત રમનારા કોણ છે અને કોણે ધાક ધમકી આપી છે તે પણ સામે લાવવાની મનિષ દોશીએ વાત કરી છે. કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે રજૂઆત કરી છે.

“ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે”

આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યુ કે ભાજપ હાર ભાળી ગયુ છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ભાજપે 4 સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નથી કરી તેનુ પોલીસ જાપ્તા નીચે દબાણ કરતા ફોર્મ રદ થવાની વાત  છે. ફોર્મ ભરતી વખતે ટેકેદારો અમારી સાથે હતા, કેમેરામાં પણ તેઓ આવ્યા હોવા છતા ક્યા કારણોસર તેમણે આ એફિડેવિટ કરી છે તે એક સવાલ છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે ભાજપનો અહંકાર ભાજપને ડૂબાડી દેશે. રૂપિયાના બળે નેતા ખરીદી શકાય પણ જનતાના મત નહીં. 400 પારને બદલે ભાજપ તડીપાર થશે.

આ પણ વાંચો: ઉનાળાની ગરમીમાં તપી રહ્યું છે ઘર, AC કે કુલર વગર આ 6 જુગાડ વડે તમારું ઘર થશે કુલ કુલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">