Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાનગી શાળાઓને પણ ટક્કર મારતી સુવિધાઓ છે છોટા ઉદેપુરની પ્રાથમિક શાળામાં, કોઈ મોડેલ સ્કૂલથી ઓછી નથી આ શાળા, જુઓ Video

ખાનગી શાળાઓને પણ ટક્કર મારતી સુવિધાઓ છે છોટા ઉદેપુરની પ્રાથમિક શાળામાં, કોઈ મોડેલ સ્કૂલથી ઓછી નથી આ શાળા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 9:50 AM

પહેલેથી જ સરકારી શાળાનું શિક્ષણ સ્તર અને સુવિધા ખૂબ જ સાધારણ હોવાનું લોકો માનતા હોય છે. પરંતુ કેટલીક ખાનગી શાળાને (Private school) ટક્કર મારે તેવી સરકારી શાળાઓ પણ આવેલી છે.

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કોસિંદ્રા ગામે 136 વર્ષ પૂર્વે શાળાની સ્થાપના કરવામાં આવી હતી. જે શાળા આજે અદ્યતન અને ખાનગી શાળાઓને (Private school) ટક્કર મારે તેવી જોવાઈ રહી છે. બોડેલી તાલુકાના કોસિંદ્રા ગામે આવેલી સ્વામી વિવેકાનંદ ગ્રુપ પ્રાથમિક શાળાની સ્થાપના ભલે 136 વર્ષ પૂર્વે કરવામાં આવી હોય પણ સમયાન્તરે કરવામાં આવતા રિનોવેશનને લઈ આ સરકારી શાળા કોઈ મોડેલ સ્કૂલથી કમ નથી. અહીં પોતાના બાળકોને ભણાવવામાં (Education) વાલીઓ ગર્વ અનુભવી રહ્યા છે.

ડિજિટલ ડિસ્પલે થકી વિજ્ઞાનનો અભ્યાસ

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે સરકારી શાળાની સુવિધા અને અભ્યાસને લઈ ભરપૂર રાજનીતિ થઈ રહી છે. રાજ્યની અનેક સરકારી શાળાઓની સ્થિતિ પર વારંવાર તુલના થઈ રહી છે. પહેલેથી જ સરકારી શાળાનું શિક્ષણ સ્તર અને સુવિધા ખૂબ જ સાધારણ હોવાનું લોકો માનતા હોય છે. પરંતુ કેટલીક ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ પણ આવેલી છે. છોટાઉદેપુરના કોસિન્દ્રા ગામે 136 વર્ષ પહેલા બનેલી સરકારી શાળા મોડલ સ્કૂલથી જરાય ઓછી નથી. આ શાળાની દીવાલો પર બાળકોને અભ્યાસની રૂચી જગાડે તેવા કાર્ટૂન અને મહાપુરૂષોના ચિત્રો કંડારાયા છે તો ડિજિટલ ડિસ્પલે થકી વિજ્ઞાન તેમજ સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે ધાર્મિક વાતોનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સરકારી શાળામાં સીસીટીવી કેમેરા, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલયની સાથે જ વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી નેપકીનની ખાસ વ્યવસ્થા કરાઈ છે.

કોસિન્દ્રા ગામની શાળામાં ઈન્ટરનેટના સહારે ખાનગી શાળા સમાન શ્રેષ્ઠ શિક્ષકોનું જ્ઞાન સીધું મળી રહે છે. આ સરકારી શાળાની આકર્ષક સુવિધા અને શિક્ષકોના અભ્યાસકાર્યને જોઈ બાળકો રજા પાડવાને બદલે હોંશે-હોંશે ભણવા આવે છે. શાળા પરિસરમાં જ બગીચામાં શાકભાજીના છોડ રોપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ બાળકોના મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે તો બગીચામાં આવેલા વિવિધ ઝાડ પર બારકોડ લગાવાયા છે. જે સ્કેન કરતા જ બાળકોને ઝાડ અને તેના ફાયદાની વિગતો મળી રહે છે.

g clip-path="url(#clip0_868_265)">