Chhotaudepur: ચૂંટણી પહેલા ટિકિટને લઇ કોંગ્રેસમાં ખેંચતાણ, નારણ રાઠવા અને મોહન રાઠવાએ પોતાના પુત્રો માટે ટિકિટની માગ કરી

રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ (Naran Rathwa) છોટાઉદેપુર (Chotaudepur) બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 4:53 PM

વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022) પહેલા કોંગ્રેસમાં (Congress) ફરી ટિકિટને લઇને કકળાટ શરૂ થયો છે. છોટાઉદેપુર (Chotaudepur) બેઠક માટે કોંગ્રેસમાં વિખવાદ ઉભો થવાના એંધાણ છે. રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. નારણ રાઠવાએ જણાવ્યું કે હવે યુવાઓને ટિકિટ આપવી જોઇએ. નારણ રાઠવાએ કહ્યું કે મારી રાજ્યસભાની ટર્મ પૂરી થયા બાદ હું નિવૃતિ લઇ લઇશ. નારણ રાઠવાએ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ નિવૃતિ લઇ લેવાની સલાહ આપી.

છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બની રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિગ્ગજ નેતાઓ છે. મોહનસિંહ રાઠવા, નારણ રાઠવા અને સુખરામ રાઠવા છે. મોહનસિંહ રાઠવાનો પહેલો પુત્ર સાંસદની ચૂંટણી લડી ચુક્યો છે. હાલમાં મોહનસિંહ રાઠવાની તબિયત નાદુરસ્ત છે. ત્યારે તેમણે નિવેદન પણ આપી દીધુ છે કે તેઓ ચૂંટણી નહીં લડો. પણ સાથે સાથે તેમણે ઇચ્છા વ્યક્ત કરી છે કે તેમનો જે બીજો પુત્ર છે રાજેન્દ્રસિંહ રાઠવા તે ચૂંટણી લડશે.

મોહનસિંહ રાઠવાની વાત કરીએ તો તેઓ 11 વખત વિધાનસભાના સભ્ય બની ચૂક્યા છે. તેઓ એક વખત વિપક્ષ નેતા પણ બની ચુક્યા છે. બજી તરફ નારણ રાઠવા પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેઓ રેલવેના રાજ્યમંત્રી પણ રહી ચુક્યા છે. આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે તિરાડ પડી છે. આ બંને નેતાઓએ તેમના પુત્રો ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. તો બીજી તરફ સુખરામ રાઠવાનો જમાઇ એ મોહનરામ રાઠવાનો દીકરો છે. હવે કોંગ્રેસ મોવડીમંડળ કોને ટિકિટ આપશે તેના પર સૌની નજર છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">