Bharuch : કારની બહાર લટકી સ્ટંટ કરનાર 6 સામે ગુનો દાખલ કરાયો, સોશિયલ મીડિયામાં વાયરલ થવા નબીરાઓના ગતકડાં, જુઓ Video
Bharuch : ભરૂચમાં ફરીએકવાર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા જીવ જોખમમાં મુકવાનો મામલો સામે આવતા પોલીસે 6 નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાંજ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge)ઉપર પણ આજ પ્રકારની ઘટના સામે આવી હતી.
Bharuch : ભરૂચમાં ફરીએકવાર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા જીવ જોખમમાં મુકવાનો મામલો સામે આવતા પોલીસે 6 નબીરાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાંજ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge)ઉપર પણ આજ પ્રકારની ઘટના સામે આવી હતી.
અમદાવાદમાં ગોઝારા અકસ્માતની ઘટના બાદ તંત્ર અકસ્માતની ઘટનાઓ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે તે વચ્ચે લાપરવાહીના કારણે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં કારમાં જોખમી સ્ટેન્ટ કરતા યુવકોનો વાયરલ વિડીયો વાયરલ થતા તેની તપાસ શરૂ કરાઈ હતી. આ વિડીયો અંકલેશ્વર જી.આઇ.ડી.સી.વિસ્તારનો હોવાનો અણસાર મળતા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇને મળેલ સૂચનાના આધારે તપાસના આદેશ કરાયા હતા.
કારમાં સ્ટંટ કરતા યુવકોને ગણતરીના સમયમાં શોધી કાઢી તપાસ કરી તેઓ તમામની વિરૂધ્ધમાં કાયદેસરની કાયવાહી કરવા અંકલેશ્વર GIDC પો.સ્ટે.ના પો.ઇન્સ. બી એન સગરે પો.સ્ટે.ની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા કારમાં સ્ટંટ કરતા નબીરાઓ ઓળખાઈ ગયા હતા. આ છ પૈકી ચાર વ્યક્તિઓને પકડી પો.સ્ટે. લાવી પુરઝડપે કરવામાં આવતા તમામના નામ ખુલ્યા હતા. આ સાથે બેદરકારી રીતે તેમજ અન્ય લોકોની જીંદગી જોખમાઇ તે રીતેનું કૃત્ય કરેલ હોય તેઓના વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ નબીરાઓ સામે ગુનો દાખલ કરાયો
- અંકિતભાઇ પુરોહિત
- સત્યમ યાદવ
- દિપક યાદવ
- રોહિત કામેશ્વર શાહ
- કરણી પ્રસાદ
- અર્પિત ઝા