AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સતત વરસતા વરસાદને કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ- Video

બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે પાલનપુર, દાંતા અને ધાનેરા જેવા અનેક શહેરોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે, અનેક ઘરોમાં પણ પાણી ભરાયા છે અને વેપારીઓને પણ મોટા પાયે નુકસાની વેઠવી પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2025 | 4:14 PM

ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે તેને લઈને કે આખરે ભારે વરસાદે ઉત્તર ગુજરાતની કેવી હાલત કરી છે. તો હવામાન વિભાગની ધોધમાર વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં જાણે બારે મેઘ ખાંગા સર્જાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધાનેરા, દાંતીવાડા, વડગામ, પાલનપુર, ડીસામાં સાર્વત્રિક વરસાદની ધમ્માકેદાર બેટિંગ જોવા મળી. વાત કરીએ પાલનપુરની તો ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ, શાળાઓ, દુકાનો બધે જ પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા. ભારે વરસાદને પગલે નીચાણવાળી અનેક સોસાયટીઓ જળમગ્ન બની. મફતપુરામાં લોકોના ઘરોની અંદર પાણી ઘુસી જતા ઘરવખરી અને અનાજના મોટાપાયે નુકસાન પહોંચ્યું.

જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની. લડબી નદી તેમજ ધાનેરાની રેલ નદી બે કાંઠે થતા લોકોને સતર્ક કરાયા. દાંતીવાડામાં મુશળધાર વરસાદે લીધે ખેતરો જળબંબાકાર થયા. તો ઈકબાલગઢમાં ધોધમાર વરસાદથી માર્કેટ યાર્ડમાં દોઢ ફૂટ સુધી પાણી ભરાયા. વેપારીઓને મોટાપાયે નુકસાન થયું. ભારે વરસાદને પગલે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો. પાલનપુર આબુ રોડ હાઈવે પર સોનગઢ પાટિયા પાસે પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા.

આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?

Dang Video: વરસાદી માહોલમાં ડાંગના લોકપ્રિય નેકલેસ પોઈન્ટનો અદ્દભૂત નજારો સામે આવ્યો- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">