AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં અનોખી ગફલત ! જમીન દલાલ ભૂલથી બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા 1.16 લાખ રૂપિયા-Video

Breaking News : સુરતમાં અનોખી ગફલત ! જમીન દલાલ ભૂલથી બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા 1.16 લાખ રૂપિયા-Video

| Updated on: May 19, 2026 | 1:39 PM
Share

એક અનોખી ગફલતના કારણે પરિવારના ₹1.16 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા. પોપટભાઈ દુધાત પરિવાર સાથે હોટેલમાં જમવા ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાની બાઈકમાંથી રૂપિયા કાઢીને દીકરાની ટુ વ્હીલરમાં મૂક્યા હતા.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અનોખી ગફલતના કારણે પરિવારના ₹1.16 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા.  જમીન દલાલ પોપટભાઈ દુધાત પરિવાર સાથે હોટેલમાં જમવા ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાની બાઈકમાંથી રૂપિયા કાઢીને દીકરાની ટુ વ્હીલરમાં મૂક્યા હતા. જોકે, હોટેલ નજીક એકસરખી દેખાતી બે મોપેડ પાર્ક હોવાથી ભૂલથી રૂપિયા બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકાઈ ગયા હતા. પરિવાર ઘરે પહોંચ્યા બાદ રૂપિયા ન મળતા ચિંતામાં મુકાઈ ગયો હતો.

ભૂલથી બીજાના ટુ વ્હીલરમાં મુકાઈ ગયા 1.16 લાખ રૂપિયા

રૂપિયા ગુમ થયાની જાણ થતાં જ પરિવાર ઉત્રાણ પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટુ વ્હીલરના નંબરના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

CCTVથી થયો ખુલાસો

ટેક્નિકલ તપાસ અને CCTVની મદદથી પોલીસ અન્ય ટુ વ્હીલરના માલિક સુધી પહોંચી હતી. પૂછપરછ દરમિયાન તે વ્યક્તિએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, કારણ કે તેને પોતાની ટુ વ્હીલરમાં રૂપિયા હોવાની કોઈ જાણ નહોતી. પોલીસે તપાસ દરમિયાન ટુ વ્હીલરમાંથી ₹1.16 લાખની રકમ સુરક્ષિત રીતે મળી કાઢી હતી.

પોલીસે ઉકેલ્યો સમગ્ર મામલો

પોલીસે સમગ્ર રકમ મૂળ માલિક પોપટભાઈ દુધાતને પરત સોંપતા પરિવારના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ ઉત્રાણ પોલીસની ઝડપી કાર્યવાહી અને કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. CCTV અને ટેક્નિકલ તપાસના આધારે સુરત પોલીસે ફરી એકવાર ઝડપી અને અસરકારક તપાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Breaking News : પોરબંદરમાં પોલીસની ગાડી ડિવાઇડર સાથે અથડાઇ, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: May 19, 2026 01:34 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">