અરવલ્લીઃ બાંગ્લાદેશી યુવક પકડાવાના કેસમાં સુરક્ષા એજન્સીઓ કરશે તપાસ, જુઓ Video

અરવલ્લીઃ બાંગ્લાદેશી યુવક પકડાવાના કેસમાં સુરક્ષા એજન્સીઓ કરશે તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2024 | 1:13 PM

બાંગ્લાદેશી યુવક પકડાવાના કેસમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરશે. યુવકની તપાસ માટે રૉ, NIA અને ATSને જાણ કરાઈ છે. અરવલ્લી એસપી દ્વારા દેશની ૧૪ સુરક્ષા એજન્સીઓને જાણ કરાઈ છે.

અરવલ્લી જિલ્લામાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો હોવાનું સામે આવ્યુ હતુ.  બાંગ્લાદેશી યુવક પકડાવાના કેસમાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરશે. યુવકની તપાસ માટે રૉ, NIA અને ATSને જાણ કરાઈ છે. અરવલ્લી એસપી દ્વારા દેશની 14 સુરક્ષા એજન્સીઓને જાણ કરાઈ છે. વિઝા વિના જ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રોકાવા અંગે તપાસ હાથ ધરાઈ છે. યુવક ક્યા માર્ગે અને કોની મદદથી બાયડ સુધી પહોંચ્યો તેની તપાસ હાથ ધરાઈ છે.

બાંગ્લાદેશી યુવકની સુરક્ષા એજન્સીઓ કરશે તપાસ

બાયડના રમાસ ગામેથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. યુવક રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. દુબઈમાં યુવક-યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. મોબાઇલની તપાસ કરતા ભારત વિરૂદ્ધ લખાણ મળી આવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">