અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદના આર્કિટેક્ટ પરેશ સોમપુરાએ બનાવી 1200થી વધુ પ્રતિમા- જુઓ Video

અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્યાતિવ્ય રામ મંદિરના નિર્માણમાં ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. જેમા અમદાવાદના શિલ્પકાર પરેશ સોમપુરાએ રામ મંદિર માટે 1200થી વધુ મૂર્તિઓ તૈયાર કરી આપી છે. આ ઉપરાંત હજુ ગર્ભગૃહના વિવિધ ગોખમાં સ્થાપિત થનારી મૂર્તિઓ પણ પરેશ સોમપુરાએ જ બનાવી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 19, 2024 | 11:47 PM

અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિર માટે ગુજરાતનું અનેરુ યોગદાન રહેલુ છે. ગુજરાતમાં તૈયાર થયેલુ સૌથી મોટુ નગારુ હોય કે રામમંદિરના શિખર પર સ્થાપિત થનાર વિશાળ ધ્વજદંડ એ તમામ વસ્તુઓ ગુજરાતથી મોકલવામાં આવી છે. જેમા ગુજરાતના શિલ્પકારોનું પણ યોગદાન ઓછુ નથી. રામ મંદિર માટે અમદાવાદના શિલ્પકાર પરેશ સોમપુરાએ 1200થી વધુ મૂર્તિઓ તૈયાર કરી છે. જે મંદિરના વિવિધ પિલર પર સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન રામલલાના ગર્ભગૃહમાં સાતેય દિશામાં સ્થાપિત થનારી મૂર્તિઓનું નિર્માણ પરેશ સોમપુરાએ કર્યુ છે.

રામ મંદિર માટે પરેશ સોમપુરાના વર્કશોપમાં તૈયાર થઈ વધુ 600 મૂર્તિ

tv9 સાથેની વાતચીતમાં પરેશ સોમપુરાએ જણાવ્યુ કે રામલલાના ગર્ભગૃહના સાત દિશાઓના અલગ અલગ ગોખ માટે તેમણે સાતેય દિશાઓના દેવો મૂર્તિઓ તૈયાર કરી છે. જેમા ઈન્દ્ર, કુબેર, સૂર્ય, વરુણ, નૈઋત્ય, યમ, અગ્નિ, વાયવ્ય સહિતની મૂર્તિઓનો સમાવેશ થાય છે.  મુખ્ય મંડપમાં ઈશાન, બ્રહ્મદેવ, નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પ્રાર્થના કિર્તન મંડપમાં ભારત વર્ષના ઋષિઓની પ્રતિમા લગાવવામાં આવશે.

રામમંદિર જે પથ્થરમાંથી તૈયાર થયુ એ જ પથ્થરમાંથી મૂર્તિઓનું નિર્માણ

હાલ શિલ્પકાર પરેશ સોમપુરાના વર્કશોપમાં રામમંદિર માટે 600થી વધુ મૂર્તિઓ આકાર પામી રહી છે. જેમા વિરાલિકાની કોતરણી સહિત હાથી, સિંહની મૂર્તિઓ સામેલ છે. તેમણે મંદિરના પિલર માટે વિવિધ દેવાંગનાઓની (નૃત્યાંગના) પ્રતિમાની કોતરણી પણ કરી છે. મંદિર પરિસરમાં 7હજાર જેટલી નાની-મોટી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. જે પથ્થરમાંથી રામ મંદિર તૈયાર થયુ છે તે જ પથ્થરમાંથી આ મૂર્તિઓની કોતરણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ દ્વારા 12th સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ, રાજ્યભરના 1.10 લાખ વિદ્યાર્થીઓની કસોટી- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">