Aravalli: મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ, જુઓ Video
અરવલ્લી જિલ્લામાં થઈને ગુજરાતમાં દારુ ઘુસાડવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે અને પોલીસ તેને નિષ્ફળ બનાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસે જાણે કે અભિયાન શરુ કર્યુ હોય એમ દારુનો જથ્થો ઝડપી રહી છે. મોડાસા શહેરમાં મોપેડ સાથે દારુનો જથ્થો લઈને પસાર થવા દરમિયાન ઝડપી લેવાયો છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળતા પોલીસે ખલીકપુર વિસ્તારમાં નાકાબંધી કરી હતી.

આ પણ વાંચોઃ હિંમતનગર અને વડાલીના નાગરીક પુરવઠા ગોડાઉનના ચણાના સેમ્પલ ફેલ, કાર્યવાહીની તજવીજ
આ દરમિયાન બાતમી મુજબ મોપેડ લઈે યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી યુવકે મોપેડ પર જ દારુની 172 બોટલ અને ટીમ ભરીને હેરાફેરી રહ્યો હતો. પોલીસે 172 બોટલ અને ટીન જપ્ત કરીને ભિલોડાના વિજય કટારાની ધરપકડ કરી છે. આમ પોલીસને શંકા ના જાય એ માટે યુવક મોપેડ પર જ દારુની ખેપ લગાવતો હતો. પરંતુ પોલીસની બાતમીને લઈ તે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.