AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: હિંમતનગર અને વડાલીના નાગરીક પુરવઠા ગોડાઉનના ચણાના સેમ્પલ ફેલ, કાર્યવાહીની તજવીજ, જુઓ Video

Sabarkantha: હિંમતનગર અને વડાલીના નાગરીક પુરવઠા ગોડાઉનના ચણાના સેમ્પલ ફેલ, કાર્યવાહીની તજવીજ, જુઓ Video

| Updated on: Oct 20, 2023 | 9:18 PM
Share

સાબરકાંઠા જિલ્લામાં પણ ચણાના સેમ્પલ ફેલ થયાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં અનેક ઠેકાણે સરકારી નાગરિક પુરવઠા ગોડાઉમાં ફાળવાયેલ કઠોળના સેમ્પલ ફેલ થયાના સમાચાર છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી અને હિંમતનગરના ચણાના જથ્થાના સેમ્પલ ફેલ હોવાનુ સામે આવ્યુ છે. આ માટે જિલ્લા પુરવઠા ગોડાઉન અધિકારીઓ દ્વારા ચણાના જથ્થાને પરત કરવાની કાર્યવાહી કરી છે. આ માટે એજન્સીને નોટીસ પાઠવીને નવા જથ્થાનો સપ્લાય કરવા તાકીદ કરાઈ છે. આમ  કરવામાં નિષ્ફળ થવાની સ્થિતિમાં કાર્યવાહી શરુ કરાશે.

આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo

વડાલીમાં 20 અને હિંમતનગરમાં 30 મેટ્રિક ટન ચણાનો જથ્થો ફાળવણી કરવામાં આવ્યો હતો. જેના વિતરણ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને હવે બદલવા માટે કાર્યવાહી કરી હોવાનુ પુરવઠા ગોડાઉન ના મામલતદાર વિજય પટેલે જણાવ્યુ હતુ. ચણાના જથ્થામાં મોટા પ્રમાણમાં અનિયમિતતા જોવી મળી હતી. જેમામાં ચણાના દાણા નાના-મોટા હોવાન ઉપરાંત ખરાબ અને તૂટેલા દાણાનુ પ્રમાણ વધારે જોવા મળ્યુ હતુ. આમ ચણાને સપ્લાય કરવામાં જ બેદરકારી દાખવી હોવાની આશંકા થઈ છે. ખરાબ તેમજ જૂના ચણા મિક્સ કર્યા હોવાની પણ આશંકા વર્તાઈ છે. આમ એજન્સી સામે તપાસ થવી જરુરી બની છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 09:15 PM
g clip-path="url(#clip0_868_265)">