AMRELI : જાફરાબાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન, ભાજપ કાર્યકરોની ભીડ ઉમટી
બીજી તરફ ભાજપની આ ક્રિકેટ ટુર્નામેન્ટના વીડિયોથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના નેતાઓને નિયમો તોડવાની કોણે આપી મંજૂરી? ભાજપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં નહીં ફેલાય કોરોના? જો કોરોના વકરશે તો ભાજપ લેશે જવાબદારી?
AMRELI : બોટાદ બાદ અમરેલીમાં ભાજપની નાઈટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. અમરેલીના જાફરાબાદ શહેરમાં નાઈટ ટુર્નામેન્ટ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોની ભીડ જોવા મળી. જાફરાબાદ પાલિકા અને યુવા ભાજપ મોરચાએ સંયુક્ત રીતે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંઘ, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ કૌશીક વેકરીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જેમાં મોટાભાગના લોકોએ માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને નિયમોના ધજાગરા ઉડાવ્યા. કહો કે ભાજપની આ ટુર્નામેન્ટમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને આમંત્રણ આપતા દ્રશ્યો ખુદ સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં જ જોવા મળ્યા. સાંસદે તો કંઈ ન ગણકાર્યું પણ પોલીસ શું કરી રહી હતી તે એક મોટો સવાલ છે.
તો બીજી તરફ ભાજપની આ ક્રિકેટ ટુર્નામેન્ટના વીડિયોથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના નેતાઓને નિયમો તોડવાની કોણે આપી મંજૂરી? ભાજપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં નહીં ફેલાય કોરોના? જો કોરોના વકરશે તો ભાજપ લેશે જવાબદારી? ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર સામે થશે કાર્યવાહી ? સામાન્ય લોકો પર લાગુ પડતા નિયમો ભાજપના નેતાઓ માટે કેમ નહીં ? લોકો માટે નિયમોનું પાલન, ભાજપ માટે કેમ છૂટ? હજારોની ભીડ ભેગી થઈ તેમ છતાં શું કરતી હતી જાફરાબાદ પોલીસ? શું કાર્યવાહી ન કરવાનું પોલીસને કોઈ રાજકીય દબાણ હતું? સામાન્ય જનતાને દંડતી પોલીસ ક્યાં ઊંઘી ગઈ હતી?
આ પણ વાંચો : SURAT : જાણીતી કંપનીના પરિવારના યુવકે એવું તો શું કર્યું, તો આ ઘરે પહોંચી પોલીસ, જાણીને તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો : Technology: Paytm પર યુઝર્સ બનાવી શકશે પોતાનું હેલ્થ ID, ડિજિટલ હેલ્થ રેકોર્ડ મેનેજ કરવો થશે સરળ