SURAT : જાણીતી કંપનીના પરિવારના યુવકે એવું તો શું કર્યું, તો આ ઘરે પહોંચી પોલીસ, જાણીને તમે પણ ચોંકી જશો
અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો યુવક રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી તેની મહિલા મિત્ર સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ ઇન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો.
સુરતના વેસુમાં રહેતા અને જીઆડીસી વિસ્તારમાં ખુબજ વિશાળ કંપની ધરાવતા મિલ-માલિકના પરિવારના કૃણાલ કબૂતરવાલાએ સામે થયેલી ફરિયાદમાં તેના પિતાને મળવા આવેલી પૂર્વ પ્રેમિકાને બચકાં ભર્યાં અને તેના બોયફ્રેન્ડનું ડંડો મારી માથું ફોડી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આમ આ અચરજ થાય તેવી ઘટનામાં હાલ યુવતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વર્ધી મળતા ઉમરા પોલીસે નબીરા એવા કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીનો ગુનો નોંધ્યો હતો. અને ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, જોકે ગુનો નોંધાતાં જ કૃણાલ ભાગી છૂટ્યો હતો.
જ્યારે આ કંપની સુરતની કલર ટેક્ષ કંપનીના માલિકના પરિવારનો યુવક છે. જ્યારે એ પણ જાણવા મળ્યું કે આ કૃણાલ કબૂતરવાળાનો ઇતિહાસ પણ કાંઈક આવોજ છે. ત્યારે કૃણાલને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણ કે આ કંપની મોટી છે અને મોટો માથાઓ અને અધિકારીઓ પણ અંદર રસ લઇ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો યુવક રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી તેની મહિલા મિત્ર સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ ઇન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો. આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. ભૂતકાળમાં આ યુવતી અને આ નબીરા વચ્ચે ફ્રેન્ડશિપ હતી. આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને કરવામાં આવી હતી.ત્યાં આ મામલો બન્યો હતો.
બંગલાના કંપાઉન્ડમાં જ બંનેનો ભેટો કૃણાલ સાથે થતાં તે ઉશ્કેરાયો હતો. અને તેણે આ યુવાનને બહાર ખદેડી ડંડો મારી માથું ફોડી નાખવાની સાથે આ યુવતી સાથે ખરાબ વર્તણૂક કરી હતી. બેફામ બનેલા આ નબીરાએ યુવતીને માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભર્યાં હતાં, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. એમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને યુવકની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જોકે ગુનો નોંધાતાં જ આ નબીરો ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.