Ahmedabad Video : નિકોલમાં રાત્રે ટહેલવા નીકળેલા પરિવારને અડફેટે લેવાના CCTV આવ્યા સામે, પોલીસે તપાસ હાથ ધરી
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં હીટ એન્ડ રનની કેસ બન્યો હતો. અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનની ઘટનાના CCTV સામે આવ્યા છે. કાર ચાલકે રાત્રે ટહેલવા નિકળેલા પરિવારને અડફેટે લીધો હતો.

શુક્રવારે રાત્રે નિકોલના ગુરુકુળ સર્કલ પાસે આ ઘટના બની હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિવાર હાલમાં સારવાર હેઠળ છે. પોલીસ ફરિયાદ નોંધાતા ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા છે.જેમાં અરવલ્લીના મોડાસા – સાકરીયા હાઈવે પર ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત થયા હતા.
Latest Videos