અમદાવાદઃ ફરી કોરોનાનો કહેર ? 20 ફ્લેટના 85 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના વધુ કેસ ધ્યાને આવી રહ્યા છે. તેના કારણે કોર્પોરેશન તંત્ર હવે દોડતું થયું છે.
અમદાવાદ(Ahmedabad)માં દિવાળી(Diwali-2021) પછી અચાનક જ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ(Ahmedabad)માં અચાનક જ કેસ વધતા 20 ફ્લેટના 85 લોકોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ખાસ કરીને ઇસનપુરમાં આવેલા દેવ કેસલ એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે.
દિવાળીમાં જે પ્રમાણે બજારોમાં ભીડ ભેગી થતી હતી તે જ રીતે કોરોનાના કેસ વધવાની શક્યતાઓ વર્તાઇ હતી. દિવાળીમાં લોકો બહાર ફરવા ગયા હોવાથી પણ અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના વધુ કેસ ધ્યાને આવી રહ્યા છે.તેના કારણે કોર્પોરેશન તંત્ર હવે દોડતુ થયુ છે.
લોકોને અવર જવર પર પ્રતિબંધ
કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદમાં આ અપાર્ટમેન્ટમાં પહેલીવાર કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી છે. ઈસનપુરમાં દેવ કેસલ અપાર્ટમેન્ટના A બ્લોકને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. A બ્લોકમાં રહેતા તમામ પરિવારો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો.
AMC કરશે સર્વે
ઇસનપુરમાં દેવ કેસલ એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. ત્યારે હવે કોર્પોરેશનની ટીમ દ્વારા દેવ કેસલ અપાર્ટમેન્ટમાં સ્ક્રિનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતીકાલથી AMC ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરશે અને લક્ષણો ધરાવતા તમામ લોકોના સેમ્પલ લેશે.
આ પણ વાંચોઃ મહેસાણા : તાનારીરી સમાધિ સ્થળે ભૂંગળવાદકોએ અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો
આ પણ વાંચોઃ ચંદ્રની ઉપલી સપાટી પર હાજર છે ઓક્સિજનનો પૂરતો ભંડાર, 100,000 વર્ષ સુધી જીવતા રાખી શકાય છે 8 અરબ લોકોને !