મહેસાણા : તાનારીરી સમાધિ સ્થળે ભૂંગળવાદકોએ અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો

તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે ૦૫ મિનિટ સુધી ૧૧૨ ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

મહેસાણા : તાનારીરી સમાધિ સ્થળે ભૂંગળવાદકોએ અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો
Mehsana: Bhongal musicians set a unique world record at Tanariri Samadhi

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે ૦૫ મિનિટ સુધી ૧૧૨ ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો. લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના ૧૧૨ તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે ૦૫ મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે ૧૩મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. તાના-રીરી મહોત્સવ ૨૦૨૧માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.

૧૧૨ ભૂંગળ કલાકારોએ ૦૫ મિનિટ સમુહ વાદન કરી નવો કિર્તીમાન સ્થાપ્યો

વડનગરના તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ શ્રી બળદેવભાઇ નાયક અને ગૌરવ પુરસ્કૃત શ્રી મુગટરામના નેતૃત્વમાં યોજાયો હતો, જેના સાથે સહસંયોજક તરીકે ડાહ્યાભાઇ નાયક કામગીરી કરી હતી. આ તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊઁચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. આજના વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના શ્રી પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત શ્રી ભરત વ્યાસ કર્યું હતું.

આ પણ વાંચો : નામ બડે ઔર કામ છોટે : સુરતની ખાનગી હોસ્પિટલે નજીવો વાંધો ઉઠાવી મૃતકની ડેડબોડી 30 કલાક સુધી પરિવારને ન સોંપી

આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાનની હારથી નારાજ ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો, હસન અલીને કહ્યું ફિક્સર, પત્નીને RAW એજન્ટ કહી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati