VIDEO : ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ? હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર ડેમેજ કંટ્રોલના કામે લાગ્યા

ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ ચરમસીમાએ છે. ત્યારે આ વિરોધને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ભાજપે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જેને લઈ હર્ષ સંઘવી 14 લોકસભા બેઠકોને પ્રવાસ કરી ચૂક્યા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 25, 2024 | 1:44 PM

ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા ભાજપ અને ભાજપના નેતાઓ કામે લાગ્યા છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવાના કામે લાગી છે. જેને લઈને હર્ષ સંઘવિ અને સંગઠન મહામંત્રી રત્નાકરે 14 લોકસભા બેઠકો પર પ્રવાસ કર્યો છે અને ક્ષત્રિયોને મનાવવા સંભવ પ્રયાસ કરી રહ્યા છે.

પરશોત્તમ રુપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ ચરમસીમાએ છે. ત્યારે આ વિરોધને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ભાજપે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જેને લઈ હર્ષ સંઘવી 14 લોકસભા બેઠકોને પ્રવાસ કરી ચૂક્યા છે.

હર્ષ સંઘવીએ ભાજપના ક્ષત્રિય આગેવાનો અને વિવિધ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી લીધી છે. અત્યાર સુધીમાં કચ્છ, ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગરમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આંદોલનને ડામવા મુદ્દે ચર્ચા અને મનોમંથન કરાયું છે.

ત્યારે આ બેઠકમાં 10 મુદ્દા પર હર્ષ સંઘવી ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે તે મુદ્દા કયા છે અને ભાજપ ક્ષત્રિયોને મનાવવામાં આ મુદ્દાઓથી સફળ થશે કે કેમ?

  1. પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, તેનો બેઠકમાં કોઈપણ પ્રકારે બચાવ કરવામાં આવી રહ્યો નથી
  2. આ નિવેદનથી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીને પણ દુઃખ હોવાનો બેઠકમાં સતત થઈ રહી છે ચર્ચા
  3.  પુરુષોત્તમ રૂપાલા ના નિવેદનનો પાર્ટી નથી કરી રહી કોઈ બચાવ
  4.  સમાજની જેમ ભાજપ નું શીર્ષશ્વ નેતૃત્વ પણ દુઃખી છે.  એ જ કારણ છે કે રૂપાલાના નિવેદન અને 2 વાર માફી માંગ્યા બાદ પાર્ટી પ્રમુખે પણ જાહેરમાં માંગી માફી
  5.  આ વિષયને સંવાદ પૂર્ણ વાતાવરણમાં બેસીને પૂર્ણ કરવા સરકાર અને સંગઠનનું ફોકસ
  6.   ભાજપ માટે આ રાજકીય મુદ્દો નથી, પરંતુ પરિવારનો વિષય છે કારણકે ક્ષત્રિય સમાજ પણ ભાજપના પરિવારનો વર્ષોથી અભિન્ન અંગ રહ્યું છે
  7.  ભાજપના ક્ષત્રિય આગેવાનોને આ લાગણી સમાજ સુધી પહોંચાડવા અપાય સૂચના કોઈપણ પ્રકારનો ગેપ ન રહે અને લાગણી ન દુબઈ મન દુઃખ ન રહે તે પ્રકારે કામ કરવા સૂચન કરાયુ છે.
  8.  કાર્યકર્તાઓને ભાજપનું સૂચન ક્ષત્રિય સમાજને આક્રોશ હોય તો શાંતિ અને ધૈર્ય  પૂર્વક સાંભળવો આ કોઈ વ્યક્તિગત વિષય નથી. સમાજની 1000 વાર માફી માંગવી પડે તો કાર્યકર્તા તરીકે માફી માંગવી.
  9. ક્ષત્રિય સમાજના કોઈપણ કાર્યક્રમને રોકવા કે દબાવવા પ્રયાસ કરવો નહીં. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે સરકાર અને સંગઠન સતત સંપર્કમાં સંવાદ યથાવત છે.
  10.  આ આંદોલન માત્ર જમીન પરથી નહીં પરંતુ ક્ષત્રિય સમાજના દિલમાં થી સમેટાઈ જવું જોઈએ અને તેની માટેનો એકમાત્ર રસ્તો સંવાદ છે.

Follow Us:
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">