જાણીતા કવિ કુમાર વિશ્વાસનું જુઓ ફાર્મ હાઉસ, કહેશો – ‘વાહ ક્યા બાત હૈ’, જોવા મળશે મનમોહક દ્રશ્ય, જુઓ વીડિયો
Kumar Vishwas farm house Video : તમને પહેલી નજરે જોઈને ભરોસો જ નહીં આવે કે અત્યારના જમાનામાં પણ લોકોને આવા ઘર ગમે છે. આ ઘર છે આપણા જાણીતા કવિ કુમાર વિશ્વાસનું. જેમાં તમને એક એક સેકન્ડએ મનમોહક દ્રશ્યો જોવા મળે છે અને દિલને આનંદ આવે છે.
Kumar Vishwas farm house Video : કુમાર વિશ્વાસે દિલ્હી નજીક પીલખુવામાં એક ખાસ ઘર બનાવ્યું છે. જેને ‘કેવી કુટીર’ (KV Kutir) નામ આપવામાં આવ્યું છે. કવિતા અને કથામાંથી સમય મળ્યા પછી તે પોતાનો સમય અહીં વિતાવે છે. કુમાર વિશ્વાસનું આ ઘર સિમેન્ટ, કાંકરા કે પથ્થરો જેવી પરંપરાગત બાંધકામ સામગ્રીથી બનેલું નથી, પરંતુ ‘વૈદિક પ્લાસ્ટર’થી બનેલું છે અને ભારે ગરમીમાં પણ ઠંડુ રહે છે.
ગેટ ઉપર એક તુલસી મૈયાનું કૂંડું પણ છે
કુમાર વિશ્વાસે તેમના આ ફાર્મ હાઉસને એક ગામડાના વાતાવરણ જેવું જ આબેહૂબ બનાવ્યું છે. તમને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વરસાદનો માહોલ જણાય રહ્યો છે. તમને ગેટ ઉપર એક તુલસી મૈયાનું કૂંડું પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયો 1 મિનિટ 57 સેકન્ડનો છે.
આગળ જોવા મળી રહ્યું છે કે, બતકનું એક ગૃપ તળાવ પાસે રમી રહ્યું છે. તેમાં એક ડોગી કે બિલ્લી પણ જોવા મળી રહી છે. કુમાર વિશ્વાસ અહીંયા ખેતરમાં ઘણા પાકનું વાવેતર પણ કરે છે. તો તમે પણ આના પરથી પ્રેરણા લઈ શકો છો. તમે પણ આવું ફાર્મ હાઉસ બનાવી શકો છો.