મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે, એક દિવસમાં 4 ચૂંટણી સભાને કરશે સંબોધન, જુઓ Video

મુંબઈમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક પાર્ટીના નેતાઓ મુંબઈમાં પ્રચાર માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈમાં ચૂંટણીનો પ્રચાર કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2024 | 10:41 AM

મુંબઈમાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરેક પાર્ટીના નેતાઓ મુંબઈમાં પ્રચાર માટે આવતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈમાં ચૂંટણીનો પ્રચાર કરશે. તેઓ એક દિવસમાં 4 ચૂંટણી સભાને સંબોધન કરશે. આજે એટલે કે 16 નવેમ્બરે દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ કરશે.

ગુજરાતના CM મુંબઈમાં કરશે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ

બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે JGEPCના સભ્યો સાથે પણ CM સંવાદ કરશે. ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની જનસભામાં હાજરી આપશે. મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે. અંધેરી વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે પણ સભા સંબોધન કરશે.

મહારાષ્ટ્રમાં સિંગલ ફેસમાં મતદાન થવાનું છે. ત્યારે આગામી  20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. જેનું પરિણામ 23 નવેમ્બરેના રોજ જાહેર થવાનું છે. બીજી તરફ ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે થશે ચુંટણી અને 23 પરિણામ જાહેર કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">