4 રૂપિયાના શેરની કિંમત પહોંચી 32 પાર

15 નવેમ્બર, 2024

ATV પ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડે તાજેતરના વર્ષોમાં ભારતીય શેરબજારમાં મલ્ટિબેગર વળતર આપ્યું છે.

ગુરુવારે કંપનીનો શેર રૂપિયા 32.50 પર બંધ થયો હતો. આમાં હજુ પણ રેલી જોવા મળી રહી છે.

આ મલ્ટીબેગર પેની સ્ટોકે આ વર્ષે અત્યાર સુધીમાં તેના રોકાણકારોને લગભગ 110 ટકા વળતર આપ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં, આ પેની સ્ટોક લગભગ રૂપિયા 4 થી વધીને રૂપિયા 32.50 પ્રતિ શેર થયો છે.

આ સમયગાળા દરમિયાન, તેણે તેના લાંબા ગાળાના રોકાણકારોને 700 ટકાથી વધુ વળતર આપ્યું છે.

જો રોકાણકારે છ મહિના પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂપિયા 1 લાખ આજે રૂપિયા 1.35 લાખ થઈ ગયા હોત.

જ્યારે LICએ રોકાણ કર્યું હોય ત્યારે 5 વર્ષ પહેલાં જો કોઈએ આ પેની સ્ટૉકમાં પૈસા રોક્યા હોત તો આજે તે રૂપિયા 8 લાખમાં ફેરવાઈ ગયા હોત.

LIC પાસે 9,95,241 કંપનીના શેર છે, જે કંપનીની કુલ ચૂકવણી કરેલ મૂડીના 1.87 ટકા છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. રોકાણ કરવા પહેલા નિષણાંતોની સલાહ લેવી.