Royal Enfield ની સૌથી સસ્તી બાઇક

15 નવેમ્બર, 2024

ગ્રાહકોમાં Royal Enfield બાઇકનો ઘણો ક્રેઝ છે, પરંતુ શું તમે જાણો છો કે કંપનીની સૌથી સસ્તી બાઇક કઈ છે?

Royal Enfield કંપનીની સૌથી સસ્તી મોટરસાઇકલનું નામ છે Hunter 350.  

આ બાઇકની કિંમત 1 લાખ 49 હજાર 900 રૂપિયા (X-શોરૂમ) થી 1 લાખ 74 હજાર 655 રૂપિયા (X-શોરૂમ) છે.

આ બાઇકમાં કંપનીએ 349 ccનું એન્જિન આપ્યું છે જે 20.2BHPનો પાવર જનરેટ કરે છે.

કંપનીની ઓફિશિયલ સાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બાઇક એક લીટર ઓઈલમાં 36.5km સુધી ચાલી શકે છે, ધ્યાન રાખો કે માઈલેજ રાઈડિંગ સ્ટાઈલ પર આધારિત છે.

આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ ABS, ટ્યૂબલેસ ટાયર, એલોય વ્હીલ્સ, ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ચાર્જિંગ માટે USB પોર્ટ છે.

આ બાઇક આ પ્રાઇસ રેન્જમાં TVS Ronin 225 સાથે સ્પર્ધા કરે છે, આ બાઇકની કિંમત રૂપિયા 1.49 લાખ (X-શોરૂમ) થી રૂપિયા 1.72 લાખ (X-શોરૂમ) છે.