Surat : ચાઈનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ, ગુજરાતમાં છેતરપિંડી માટે ગુજરાતીઓની જ કરવામાં આવતી હતી ભરતી, જુઓ Video

દુબઈથી ચાલતા ચાઈનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં ગુજરાતીઓની ભરતી કરીને આ છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. એમપી- યુપીમાં છેતરપિંડી માટે હિન્દીભાષીઓની ભરતી કરવામાં આવતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2024 | 3:33 PM

દુબઈથી ચાલતા ચાઈનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં ગુજરાતીઓની ભરતી કરીને આ છેતરપિંડી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. એમપી- યુપીમાં છેતરપિંડી માટે હિન્દીભાષીઓની ભરતી કરવામાં આવતી હતી. ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અંજામ અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.

ભારતના અર્થતંત્રને તોડવાનું ચાઈનીઝ ગેંગનું ષડયંત્ર !

ગેંગના સભ્યો તેમનું કમિશન કાપી USDTથી નાણાં વિદેશ મોકલતા હતા. ભારતના અર્થતંત્રને તોડી પાડવા ચાઈનીઝ ગેંગ દ્વારા ષડયંત્ર કરાયુ હોવાનો પ્રાથમિક અહેવાલ છે. દુબઈના ઈન્ટરનેટ સિટીના ભાડે મકાનમાંથી ઓનલાઈન ફ્રોડનું રેકેટ ચાલતું હતું. દુબઈની સરકાર દ્વારા ગેંગ સામે હજુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

શું હતી મોડસ ઓપરેન્ડી ?

ગ્રાહકોને લોભામણી સ્કીમમાં નાણાં રોકવા ગેંગ સેવિંગ ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. ગ્રાહકો જે-તે ખાતામાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરતાં હતા. નાણાં ટ્રાન્સફર કર્યાના થોડા દિવસમાં ગ્રાહકોને કમિશન સાથે નાણાં પરત મળતા હતા. ગ્રાહકોને વિશ્વાસ બેસતા તેઓ ફરીથી લાખોની રકમનું રોકાણ કરતાં હતા.

ગ્રાહકોને વિશ્વાસમાં લઈ લાખો-કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હતી. પડાવેલી લાખોની રકમ ચાઈનીઝ ગેંગ કરન્ટ ખાતામાં ટ્રાન્સફર કરી લેતી હતી. સુરતનો આરોપી મિલન દુબઈમાં બેસી બ્લેકમની વ્હાઈટ કરવાનું કામ કરતો હતો. મિલન સુરતની ગેંગને 10 બેન્ક ખાતાના યુઝરનેમ અને પાસવર્ડ મોકલતો હતો. ગેંગ મોટી રકમને થોડાં-થોડાં કરી 10 ખાતામાં ટ્રાન્સફર કરતી હતી. આરોપી મિલન કમિશન કાઢી બાકીના નાણાં USDT ખરીદી ચાઈનીઝ ગેંગને આપતો.

Follow Us:
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">