Ahmedabad : હવે થુંકબાજોની ખેર નહીં ! જાહેર રસ્તા પર ગંદકી કરશો AMC ઘરે મોકલશે ઈ-મેમો, જુઓ Video
અમદાવાદમાં હવે જાહેર રોડ પર ગંદકી કરવી ભારે પડશે. જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂંકવા અને જાહેરમાં કચરો નાખશો તો AMC કાયદાકીય પગલા લેશે. શહેરમાં ઠેર- ઠેર થતી ગંદકીને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જાહેરાત કરી છે.
અમદાવાદમાં હવે જાહેર રોડ પર ગંદકી કરવી ભારે પડશે. જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂંકવા અને જાહેરમાં કચરો નાખશો તો AMC કાયદાકીય પગલા લેશે. શહેરમાં ઠેર- ઠેર થતી ગંદકીને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે જાહેરાત કરી છે. થુકબાજો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન CCTVના માધ્યમથી બાજ નજર રાખશે. તેમજ ગાડીનંબર પરથી વ્યક્તિના ઘરે ઈ – મેમો ઘરે મોકલશે.
2023 -24માં AMCએ 4,749 થુકબાજો સામે કર્યા કેસ
રોડ પર જાહેરમાં થુંકતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર પહેલીવાર જાહેરમાં થુંકનાર સામે 100 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. જો આપણે આંકડાની દ્રષ્ટીએ વાત કરીએ તો વર્ષ 2023 -24માં AMCએ 4,749 થુકબાજો સામે કેસ કર્યા હતા. મસાલા ખાઈ થુંકતા લોકોને સીસીટીવી મારફતે મેમો આપી ઘરે જઈ કાર્યવાહી હાથ કરવામાં આવશે.
Latest Videos
Latest News