Mobile Tips : શું બાળકો દિવસ-રાત મોબાઈલમાં રહે છે વ્યસ્ત? તો તરત સ્માર્ટફોનમાં કરો આ સેટિંગ્સ

Children using Smartphone : તમે પણ ઘણીવાર બાળકોને મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોયા હશે જો તમારું બાળક દિવસ-રાત ફોનમાં વ્યસ્ત રહે છે, તો તમારે ફોનમાં કેટલીક મહત્વપૂર્ણ સેટિંગ્સ બદલવાની જરૂર છે. ચાલો જાણીએ કે આ સેટિંગ્સ બદલવાથી શું ફાયદો થશે.

Mobile Tips : શું બાળકો દિવસ-રાત મોબાઈલમાં રહે છે વ્યસ્ત? તો તરત સ્માર્ટફોનમાં કરો આ સેટિંગ્સ
Children using Smartphone
Follow Us:
| Updated on: Nov 16, 2024 | 12:53 PM

આજકાલ બાળકો સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. જે તેમના શિક્ષણ, આરોગ્ય અને રમતગમત પર વિપરીત અસર કરે છે. જો તમારું બાળક આખો દિવસ અને રાત ફોન પર રહે તો શું તમે ચિંતિત છો? તેથી બાળકને મોબાઈલ આપતા પહેલા કેટલાક સેટિંગ્સ બદલી નાખો, નહીં તો તમારી સમસ્યા વધી થઈ શકે છે.

Mobile Tips and Tricks :આ સેટિંગ્સને બદલો

  1. સ્ક્રીન ટાઈમ લિમિટ : જો તમારા ફોનમાં સ્ક્રીન ટાઈમ લિમિટ ફીચર આપવામાં આવ્યું હોય તો આ ફીચરનો ઉપયોગ કરો. સ્ક્રીન ટાઈમ લિમિટ ફીચર મોટાભાગના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે ફોનમાં સેટ કર્યા પછી ફોન આપમેળે લોક થઈ જશે.
  2. પેરેંટલ કંટ્રોલ : પેરેંટલ કંટ્રોલ ફીચર ઘણી એપ્સમાં ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે. આ ફીચર ખાસ કરીને પેરેન્ટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કર્યા પછી તમારા બાળકો તેમની ઉંમર પ્રમાણે કન્ટેન્ટ જોઈ શકશે.
  3. એપ્સને લોક કરો : જો ફોનમાં ઘણી બધી એપ્સ હોય તો તમારા બાળક માટે યોગ્ય ન હોય તેવી એપ્સને લોક કરી દો. જેથી બાળકો એ એપ્સને એક્સેસ કરી શકતા નથી જે તેમની ઉંમર પ્રમાણે યોગ્ય નથી.
  4. એડલ્ટ કન્ટેન્ટથી બચાવો : જો બાળક યુટ્યુબ પર વીડિયો જોવાનું પસંદ કરે છે તો હવે કિડ્સ મોડ ફીચર યુટ્યુબ પર ઉપલબ્ધ છે. આ ફીચર ચાલુ કર્યા પછી બાળકો માત્ર ચાઈલ્ડ માટેનું અનુકૂળ કન્ટેન્ટ જ જોશે.
  5. આ મોડ ચાલુ કરો : બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે નાઇટ અથવા ડાર્ક મોડ ચાલુ કરો. જેથી બાળકોની આંખો પર વધુ ભાર ન આવે.
  6. ડેટા મર્યાદા : જો તમે ઇચ્છો તો તમે ફોન પર ડેટા લિમિટ પણ સેટ કરી શકો છો. જેથી બાળકો તે મર્યાદા સુધી જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. આમ કરવાથી સ્ક્રીન ટાઈમને નિયંત્રિત કરી શકાય છે.

આ પણ વાંચો : Geyser Tips : આવું પાણી ગીઝરને કરે છે નુકસાન, પણ શું તે બ્લાસ્ટનું કારણ બની શકે છે?

26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ
Pregnancy Chances : કયા દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે ? જાણી લો

ધ્યાન આપો

જો તમે બાળકની સામે ફોનનો ઉપયોગ કરશો તો બાળક પણ આ જ વાત શીખશે. તો તમે આવું ઈચ્છતા હોય કે બાળક વધારે મોબાઈલનો ઉપયોગ ના કરે તો તમારે પણ આવી સ્થિતિમાં ફોન વાપરવાની આદત બદલવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">