Viral Video: ગુસ્સે ભરાયેલા ભેંસના બચ્ચાથી ડરી ગયો વિશાળકાય હાથી, વીડિયોમાં ભાગતા દેખાયા ગજરાજ

Viral Video : ઈન્સ્ટાગ્રામ પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈ લોકો આશ્વર્યચકિત થઈ જતા હોય છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક ગુસ્સે ભરાયેલા ભેંસના બચ્ચાથી ડરીને ગજરાજ ભાગતા દેખાય છે.

Viral Video: ગુસ્સે ભરાયેલા ભેંસના બચ્ચાથી ડરી ગયો વિશાળકાય હાથી, વીડિયોમાં ભાગતા દેખાયા ગજરાજ
Viral Video Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 5:47 PM

Viral Video : આપણે બાળપણમાં હાથી (Elephant) વિશે અનેક વાર્તાઓમાં સાંભળી હશે. વિશાળકાય હાથીના અનેક ટીવી કાર્ટુન પણ જોયા હશે. તમે હાથીને જંગલમાં, પ્રાણી સંગ્રહાલયમાં કે શહેરોના રસ્તાઓ પર જોયો જ હશે અને તેના વિશાળકાય કદને કારણે આપણને પહેલેથી ધારણા બની ગઈ હતી કે હાથી સૌથી તાકતવર પ્રાણી છે. તે જંગલના રાજા સિંહને પણ હરાવી શકે છે. જંગલના બધા પ્રાણીઓ તેના કદને કારણે તેનાથી ડરતા હશે અને તેને સન્માન આપતા હશે. પણ કયારેક તમે વિચાર્યુ છે કે હાથી એક ભેંસના બચ્ચાથી ડરીને ભાગી ગયો હોય. વાયરલ વીડિયોમાં (Viral Video) કઈક આવું જ થતુ દેખાયુ છે.

હાથી એ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી છે,આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિશાળકાય હાથી ભેંસના બચ્ચાથી ભાગતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના પ્રાણીઓના વીડીયો વાયરલ થાય છે, આ વીડિયો તે પૈકીનો જ એક છે. આ વીડિયો જોઈ તમે આશ્ચર્યચકિત પણ થશો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Wild Rango (@wild_rango)

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાનું ભેંસનું બચ્ચુ વિશાળકાય હાથીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આશ્ચર્યની વાત એ છે કે હાથી પણ ડરીને ભાગી રહ્યો હોય તેવું લાગે છે. આ દરમિયાન ભેંસ પણ તેના બાળકની પાછળ દોડતી જોવા મળે છે. જો કે, પાછળથી ભેંસ અને તેનું બચ્ચું તેમના રસ્તે જાય છે અને હાથી ત્યાંથી પાછો વળે છે અને ફરીથી ઝડપથી દોડવા લાગે છે. આ વીડીયો ખુબ જ રમુજી છે. ભાગ્યે જ તમે ક્યારેય કોઈ હાથીને ડરીને ભાગતો જોયો હશે અને તે પણ નાના ભેંસના બચ્ચાથી, જે હાથીના ઘૂંટણ સુધી પણ આવતુ નથી.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @wild_rango નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ભેંસનું બચ્ચુ ગુસ્સામાં હાથીને ડરાવે છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 1.8 મિલિયન એટલે કે 18 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યાર 62 હજારથી વધુ લોકોએ આ વાયરલ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">