Viral Video: એક વ્યક્તિએ તરસ્યા શિયાળને પાણી પીવડાવ્યું, યુઝર્સ કરી રહ્યા છે વિવિધ કોમેન્ટસ

|

Apr 12, 2023 | 3:24 PM

Thirsty Wolf: એક શિયાળ બોટલ વડે તરસ છીપાવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેને IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં લોકો જુદી જુદી કોમેન્ટ કરી રહ્યા છે.

Viral Video: એક વ્યક્તિએ તરસ્યા શિયાળને પાણી પીવડાવ્યું, યુઝર્સ કરી રહ્યા છે વિવિધ કોમેન્ટસ

Follow us on

Thirsty Wolf Video: કહેવાય છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. હવે આ ક્લિપ તમે પોતે જ જુઓ. આમાં એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના તરસ્યા શિયાળને પાણી આપતો જોવા મળે છે. થોડીક સેકન્ડનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેણે પોતાના દિલની વાત પણ લખી છે. ટ્રેન્ડિંગ ન્યુઝ અહીં વાંચો.

વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રણ વિસ્તારમાંથી ક્યાંક જઈ રહ્યો છે, જ્યારે તેને એક શિયાળ દેખાય છે. સખત ઉનાળામાં, શિયાળ પાણીની તલાસમાં રણમાં ભટકી રહ્યું હોય છે.  અને, આ વ્યક્તિ શિયાળ માટે પાણી મેળવવાની આશા બને છે. આ જોઈને તે વ્યક્તિ તરત જ તેને પોતાની બોટલમાંથી પાણી આપવા લાગે છે. હવે આ ક્લિપ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે માનવતા હજુ પણ જીવંત છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે એવું લાગે છે કે શિયાળ ભૂખ્યું ન હતું. જેથી હુમલો ન કર્યો.

પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Blood Infection Symptoms : લોહીમાં ઇન્ફેકશન હોય તો શરીરમાં કેવા લક્ષણ દેખાય ?
આ છે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ભેગા મળીને પણ ખરીદી નહીં શકે
રોહિત શર્માની પત્નીનું સ્પોર્ટસ સાથે ખાસ કનેક્શન છે,જુઓ ફોટો

 


વીડિયોમાં વ્યક્તિની ઉદારતા પણ જોવા મળે છે. શિયાળની તરસ છીપ્યા પછી, વ્યક્તિ તેના શરીર પર બાકીનું પાણી રેડે છે, જેથી તે ડંખ મારતી ગરમીથી તાત્કાલિક રાહત મેળવી શકે છે. ટ્વિટર પર વીડિયો શેર કરતા IFS સુશાંત નંદાએ લખ્યું, ‘આનાથી વધુ સંતોષજનક કંઈ હોઈ શકે નહીં.’

આ પણ વાંચો : Metro Train Viral Video : ફેમસ થવાની ઘેલછા, બિકીની ગર્લ ફેમસ થયા બાદ મેટ્રોમાં નહાતા વ્યક્તિનો Video થયો Viral

લોકોની પ્રતિક્રિયા

એક યુઝરે આશ્ચર્યમાં પૂછ્યું કે, જો શિયાળ ભૂખ્યું હોત તો શું થાત ? જ્યારે અન્ય યુઝર કહે છે કે, માનવતાને લાખો સલામ. અન્ય યુઝરે IFS પર સવાલ ઉઠાવ્યો છે કે તે વરુ છે કે શિયાળ. તેવી જ રીતે લોકો વીડિયો જોયા બાદ સતત કોમેન્ટ કરી રહ્યા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જણાવો.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…