‘હર હર શંભુ’ ગીત પર સાધુએ કર્યો ગજબ ડાન્સ, પ્રોફેશનલની જેમ કર્યા મૂવ્સ, જુઓ વાયરલ વીડિયો
એક સાધુ 'હર હર શંભુ-શંભુ, શિવ મહાદેવ' ગીત પર અદ્ભુત નૃત્ય કરતા જોવા મળે છે. આ સાધુનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો ખુબ શેર કરી રહ્યા છે.
તમે અત્યાર સુધી ઋષિ-મુનિઓના ઘણા રૂપ જોયા હશે, પરંતુ શું તમે કોઈ સાધુને જાહેરમાં જોરશોરથી નાચતા જોયા છે? તે પણ એક પ્રોફેશનલની જેમ. જો ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો. હાલમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક શહેર ઉજ્જૈનમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાધુ ‘હર હર શંભુ-શંભુ, શિવ મહાદેવ’ ભજન પર અદ્ભુત નૃત્ય કરતા જોવા મળે છે. આ સાધુનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉજ્જૈન રેલ્વે સ્ટેશનની બહારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં એક સાધુ ભગવાન શિવના ‘હર હર શંભુ-શંભુ, શિવ મહાદેવ’ સોંગ પર જોરદાર નૃત્ય કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાધુએ પોતાના શરીર પર કાળા કપડા પહેર્યા છે. બાબાનું નામ આઝાદ નાથ જણાવવામાં આવી રહ્યું છે. હવે તેમના જોરદાર ડાન્સની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સાધુ બાબા રેલવે સ્ટેશનની બહાર રહે છે. ભૂતકાળમાં, જ્યારે કોઈએ સ્ટેશનની બહાર ‘હર હર શંભુ’ સોંગ વગાડ્યું, ત્યારે બાબા પોતાને રોકી શક્યા નહીં અને નૃત્ય કરવા લાગ્યા. આ દરમિયાન ટ્રેનની રાહ જોઈ રહેલા કેટલાક યુવકોએ બાબાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
उज्जैन स्टेशन के बाहर एक साधु ने हर हर शंभु गाने पर किया ब्रेक डांस शानदार प्रस्तुति का वीडियो वायरल हर हर महादेव #Ujjain #Mahakaleshwar pic.twitter.com/hWgdg8E8zV
— Prasant Mishra (@Prasant817504) November 1, 2022
1 મિનિટ 4 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. ટ્વિટર પર વીડિયો શેર કરતાં પ્રશાંત મિશ્રા નામના યુઝરે લખ્યું, ‘એક સાધુએ ઉજ્જૈન સ્ટેશનની બહાર ‘હર હર શંભુ’ ગીત પર બ્રેક ડાન્સ કર્યો.’