Instagram Reels : પોલીસ એક બાઇક ચાલકનો મેમો ફાડી જ ન શક્યા, કારણ જાણીને હસવુ નહી રોકી શકો, જુઓ viral Video

|

Jan 10, 2023 | 12:45 PM

Funny Video : સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ જ પસંદ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભાઇ પોતાના વાહન પર સવાર થઇને બજારમાં નીકળે છે. જો કે આગળ જતા જ પોલીસ કર્મચારીઓ તેમને રોકી લે છે.

Instagram Reels : પોલીસ એક બાઇક ચાલકનો મેમો ફાડી જ ન શક્યા, કારણ જાણીને હસવુ નહી રોકી શકો, જુઓ viral Video
પોલીસનો મેમો ફાડતા પહેલાનો વીડિયો વાયરલ

Follow us on

એક ભાઇ વટથી પોતાના બાઇક સાથે બજારમાં લટાર મારવા નીકળ્યા હતા. આ ભાઇ પોતાની લટાર ચાલુ રાખે તે પહેલા જ તેમને પોલીસે અટકાવી દીધી. જો કે પોલીસ આ ભાઇનું ચલાણ કાપી જ ન શકી. જેનું કારણ જાણીને તમે હસી હસીને લોટ પોટ થઇ જશો. આ ભાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાના મિત્રો સાથે આ વીડિયો શેર પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આજકાલ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ જ પસંદ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ભાઇ પોતાના વાહન પર સવાર થઇને બજારમાં નીકળે છે. જો કે આગળ જતા જ પોલીસ કર્મચારીઓ તેમને રોકી લે છે. નિયમોનું ઉલ્લંઘન થયુ હોવાનું જણાવી પોલીસ બાઇકનો મેમો ફાડવાની ફિરાકમાં જ હતા. પણ પછી બાઇક સવાર જેવા જ બાઇક પરથી નીચે ઉતરે છે તે નજારો જોઇને પોલીસ કર્મચારીઓ અચંબામાં મુકાઇ જાય છે. પોલીસને ખબર પડે છે કે જે બાઇકનો પોલીસ મેમો ફાડવા ઇચ્છે છે તે ખરેખર બાઇક છે જ નહીં.

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

વાયરલ વીડિયો અહીં જુઓ

પોલીસ જ્યારે બાઇક ચાલકને પકડે છે ત્યારે બાઇક ચાલકને પુછે છે ત્યારે જાણવા મળે છે કે આ બાઇક નહીં પરંતુ આ સાયકલ છે. પોલીસને જોવા મળે છે કે બાઇક પર તો પેન્ડલ છે અને આ ચાલક પેન્ડલ લગાવીને સાયકલને ચલાવે છે. સાયકલ પર બાઇકનો માત્ર ઢાંચો જ લગાવેલો છે. ખરેખર તો તે સાયકલ ચલાવી રહ્યો હોય છે. આ જોઇને પોલીસ આશ્ચર્યમાં મુકાઇ જાય છે અને ચાલક પોતાની સાયકલને પેન્ડલ લગાવીને પોલીસની સામે જ ચાલતી પકડી લે છે. આ વાયરલ વીડિયો જોઇને યુઝર્સ પોતાનું હસવુ રોકી શકતા નથી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા લોકોએ પસંદ કર્યો છે. હજારો લોકો આ વીડિયોને જોઇ ચુક્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર thegujjurocks અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Published On - 12:29 pm, Tue, 10 January 23