Bird Viral video : કબર પાસે પક્ષીઓ અજીબોગરીબ હરકત કરતા જોવા મળ્યા, વીડિયોએ લોકોને મુક્યા મૂંઝવણમાં
Bird Viral video : પક્ષીઓના આ વિચિત્ર હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @creepy_org નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ટર્કી શા માટે કબરની આસપાસ ફરે છે?' માત્ર 7 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.
કેટલીકવાર આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે ખૂબ જ વિચિત્ર હોય છે અને તેને જોઈને આશ્ચર્ય થાય છે. તમે ઘણા પક્ષીઓને ઉડતા, શિકાર કરતા અને રમતા જોયા હશે, પરંતુ કેટલીકવાર તેમની વિચિત્ર હરકતો પણ કેમેરામાં કેદ થઈ જાય છે, જેને જોઈને લોકો મૂંઝવણમાં મુકાય જાય છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.
આ પણ વાંચો : Bird Video : બતકે ભૂખી માછલીને ખવડાવ્યો ખોરાક, લોકોએ કહ્યું- આને કહેવાય Sharing Is Caring
વાસ્તવમાં, આ વીડિયોમાં કેટલાક પક્ષીઓ કબ્રસ્તાનમાં કબરની પાસે આવું કૃત્ય કરતા જોવા મળે છે, જે અસામાન્ય છે, એટલે કે આવી વસ્તુઓ સામાન્ય રીતે જોવા મળતી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ત્રણ ટર્કી પક્ષીઓ એક કબરની નજીક ચક્કર લગાવી રહ્યાં છે. તે કબરના અનેક ચક્કર લગાવે છે અને પછી ઝડપથી ત્યાંથી ભાગી જાય છે. જાણે તેની નજીકની કોઈ વ્યક્તિ ત્યાં દફન થઈ ગઈ હોય અને તેની યાદમાં તે ગોળ ગોળ ફરતો હોય. સમગ્ર મામલોની જાણકારી મળતી નથી, પરંતુ આ દ્રશ્ય ચોક્કસપણે આશ્ચર્યજનક છે.
શોકિંગ વીડિયો અહીં જુઓ…
Why do turkeys circle the grave? pic.twitter.com/o2Lez1P9dp
— Creepy (@creepy_org) March 22, 2023
પક્ષીઓના આ વિચિત્ર કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @creepy_org નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ટર્કી શા માટે કબરની આસપાસ ફરે છે?’ માત્ર 7 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહે છે કે ‘તેઓ કોઈને અલવિદા કહી રહ્યા છે’, જ્યારે કેટલાક કહે છે કે ‘કદાચ તેઓ એકબીજાને પકડવાની રમત રમી રહ્યા છે’.
તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે કોઈ પ્રાણી કે પક્ષીના નજીકના સંબંધીનું મૃત્યુ થાય છે, ત્યારે તે તેની આસપાસ ફરવા લાગે છે અથવા તેની પાસે બેસી જાય છે. માનવી તેમના દર્દને સમજી શકતો નથી, પરંતુ તે દ્રશ્યો કેટલીકવાર લોકોને ભાવુક કરી દે છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું અને તેણે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા.