AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Video : બતકે ભૂખી માછલીને ખવડાવ્યો ખોરાક, લોકોએ કહ્યું- આને કહેવાય Sharing Is Caring

કેટલાક લોકો એકબીજા સાથે ખોરાક વહેંચવાનું પસંદ કરે છે. જો તમને લાગતું હોય કે આ વૃત્તિ માત્ર માણસોમાં જ છે તો તમે ખોટા છો, આ ગુણ પ્રાણીઓમાં (Animal Video) પણ જોવા મળે છે. જેનો પુરાવો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલો આ વીડિયો છે.

Bird Video : બતકે ભૂખી માછલીને ખવડાવ્યો ખોરાક, લોકોએ કહ્યું- આને કહેવાય Sharing Is Caring
Duck and Fish Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 8:33 AM
Share

સોશિયલ મીડિયા (Social media) પર ઘણી ફની વાતો વાયરલ થતી રહે છે. ઝડપી સ્ક્રોલ કરતી વખતે, આંખો અચાનક પોસ્ટ પર અટકી જાય છે અને પછી લાઇક્સ અને શેર્સની શ્રેણી શરૂ થાય છે. ઘણી વખત અહીં વાયરલ થતા વીડિયો એટલા સુંદર અને રમુજી હોય છે કે, અમે અમારા મિત્રો અને સંબંધીઓને પણ મોકલીએ છીએ. જેથી તેઓ પણ તેનો આનંદ માણી શકે. તો એવા કેટલાક ફની વીડિયો (Funny Video) વાયરલ VIDEO છે જે ફની જ નથી પણ તેમાં એક છુપાયેલો મેસેજ પણ હોય છે. આવી જ એક ક્લિપ આજકાલ વાયરલ થઈ રહી છે.

કેટલાક લોકો એકબીજા સાથે ખોરાક વહેંચવાનું પસંદ કરે છે. જો તમને લાગતું હોય કે આ વૃત્તિ માત્ર માણસોમાં જ છે તો તમે ખોટા છો, આ ગુણ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. જેનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો છે. જેમાં એક બતક તેનો ખોરાક માછલી સાથે વહેંચી રહી છે. લોકો તેમની ઉદારતાના ચાહક બની ગયા છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું છે કે, આ બતક પાસેથી માણસોએ કંઈક શીખવું જોઈએ.

અહીં મનમોહક વીડિઓ જુઓ…..

32 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તળાવની પાસે રાખેલી અનાજની થાળીમાં એક બતક ચાંચમાંથી દાણા કાઢીને તળાવની માછલીઓને ખવડાવી રહ્યું છે. આ નજારો જોઈને લોકો મિત્રતાનું ઉદાહરણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે માનવતા હજુ પણ જીવિત છે.

ટ્વિટર પર @Gabriele_Corno નામના એકાઉન્ટ દ્વારા આ સુંદર વીડિયો શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 15 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ દૃશ્ય ખરેખર અદ્ભુત છે કે હું તેના પ્રેમમાં પડી ગયો. બીજી તરફ અન્ય યુઝરે લખ્યું કે આને કહેવાય શેરિંગ ઈઝ કેરિંગ.! અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં આ વર્ષે જોયેલી શ્રેષ્ઠ વસ્તુ છે, અદ્ભુત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">