Chandrayaan 3: ભારતનું મિશન ચંદ્રયાન-3(Chandrayaan 3) તેના ગંતવ્યની નજીક છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે, જો બધું બરાબર રહેશે તો પ્રજ્ઞાન રોવર તેના થોડા સમય પછી બહાર આવશે અને તેનું કામ શરૂ કરશે. ભારતે તેનું ત્રીજું મિશન ચંદ્ર પર મોકલ્યું છે, પ્રથમ મિશનમાં ભારતે ચંદ્ર પર પાણીની શોધ કરી હતી અને બીજું મિશન સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું હતું. હવે ચંદ્રયાન-3નો વારો છે જે સોફ્ટ લેન્ડિંગની નજીક છે.
આ પણ વાંચો: Chandrayaan 3: મિશન ચંદ્રયાન-3ની સફળતા પહેલા દેશમાં પ્રાર્થના અને ઉજવણીનો માહોલ, જુઓ Photos
પરંતુ આ મિશન પણ સૌથી ખાસ છે, કારણ કે ઈસરોએ ચંદ્રના તે ભાગ પર જવાનું વિચાર્યું છે, જ્યા સુધી હજી કોઈ પહોચ્યું નથી. સૂર્યપ્રકાશ ભાગ્યે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે છે, અમુક ભાગ એવો છે જે અબજો વર્ષોથી અંધકારમાં ડૂબેલો છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ચંદ્રના તે ભાગમાં જ્યાં સૂર્ય નથી પહોંચ્યો ત્યાં ચંદ્રયાન-3 કેમ જઈ રહ્યું છે
અત્યાર સુધી દુનિયામાં માત્ર ત્રણ જ દેશ એવા છે જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અમેરિકા, ચીન અને રશિયા (અગાઉ સોવિયત યુનિયન)એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે, જો ભારત ચંદ્રયાન-3માં સફળ થશે તો તે વિશ્વનો ચોથો દેશ હશે. પરંતુ વાત આનાથી પણ આગળ છે, કારણ કે ભારત ચંદ્રના તે ભાગમાં સોફ્ટ લેન્ડિંગ કરાવશે જ્યાં કોઈ પહોંચી શક્યું નથી. એટલે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બનશે.
લગભગ 600 કરોડના બજેટવાળા ચંદ્રયાન-3નો અસલી ઉદ્દેશ્ય દક્ષિણ ધ્રુવના રહસ્યોને ઉકેલવાનો છે, જો અહીં સોફ્ટ લેન્ડિંગ થાય તો ચંદ્રના ભાગ પર પાણીના રહસ્યો, માટીના પડ, વાતાવરણ વિશે માહિતી કે જેના પર સંશોધન કરવામાં આવશે અને ભવિષ્યની શક્યતાઓ તપાસવામાં આવશે.
ઈસરો દ્વારા શેર કરવામાં આવેલ ચંદ્રની તસવીરોમાં તમે ઘણી વખત મોટા ખાડાઓ અથવા તો ઘણી ઊંચી ટેકરીઓ જેવી વસ્તુઓ જોઈ હશે. તસવીરોમાં ભલે તે નાનો દેખાય છે, પરંતુ તે ઘણો મોટો છે. મોટા ખાડાઓ જ્વાળામુખી જેટલા મોટા છે, જ્યારે પહાડોની ઉંચાઈ સેંકડો મીટર છે, આ બધાની વચ્ચે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે એક સપાટ ભાગ શોધવાનો છે જ્યાં તે ઉતરી શકે અને તે પછી પ્રજ્ઞાન રોવર થોડું ચાલી શકે. દક્ષિણ ધ્રુવ એવો ભાગ છે જ્યાં સૂર્યપ્રકાશ સંપૂર્ણ રીતે પહોંચતો નથી.
આ જ કારણ છે કે સામાન્ય દિવસોમાં ચંદ્રના આ ભાગ પર તાપમાન -200 થી -250 ડિગ્રી સુધી જતું રહે છે, જો કે તેના અમુક ભાગમાં જ્યારે સૂર્યની હળવી અસર હોય છે, ત્યારે તાપમાન 50 ડિગ્રી સુધી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ભાગમાં આવેલા મોટા ખાડાઓમાં પાણી હોઈ શકે છે અને કારણ કે તાપમાન -200 ડિગ્રી સુધી રહે છે અને અહીં હંમેશા અંધારું રહે છે, તો પાણી અહીં બરફના રૂપમાં હોઈ શકે છે. એટલે કે વિક્રમ લેન્ડરની અંદર હાજર પ્રજ્ઞાન રોવરનું કામ આ વસ્તુઓ શોધવાનું છે.
આ મિશનનો મૂળ હેતુ ચંદ્રના આ ભાગમાં પાણી શોધવાનો છે, જેથી ભવિષ્યમાં જો મનુષ્ય ચંદ્ર પર વસવાટ કરે તો તેને સરળતાથી બનાવી શકાય. જો ચંદ્ર પર પાણી જોવા મળશે તો વૈજ્ઞાનિકોને સૂર્યમંડળમાં પાણીનો ઈતિહાસ જાણવા મળશે, સાથે જ અહીં પાણી મળવાથી અન્ય ઘણા રસ્તાઓ ખુલશે. એટલું જ નહીં, ચંદ્રના આ ભાગમાં પાણી મળવા સિવાય હિલિયમ, ઈંધણ અને અન્ય ધાતુઓ પણ મળી શકે છે. આ તમામ ધાતુઓ માત્ર ચંદ્ર પર જ નહીં પરંતુ પૃથ્વી પર પણ વૈજ્ઞાનિકો માટે ઉપયોગી થશે, તેઓ પરમાણુ ક્ષમતા અને ટેક્નોલોજી ક્ષેત્રે લાભ મેળવી શકે છે.
Published On - 9:32 am, Wed, 23 August 23