Tech Tips: મોબાઈલ પર માત્ર નામથી આધારકાર્ડ કેવી રીતે કાઢવું ? નહીં ચૂકવવી પડે ફી

|

Aug 04, 2022 | 11:07 AM

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે માત્ર નામ અને જન્મતારીખની મદદથી ક્યાંય પણ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ (Aadhar Download)કરી શકો છો. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ,

Tech Tips: મોબાઈલ પર માત્ર નામથી આધારકાર્ડ કેવી રીતે કાઢવું ? નહીં ચૂકવવી પડે ફી
Aadhar card
Image Credit source: File Photo

Follow us on

આધાર કાર્ડ (Aadhar Card)નું મહત્વ કોઈનાથી છુપાયેલું નથી અને તેનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. જો તમારી પાસે તમારું આધાર કાર્ડ નથી કે તમને તેનો 16 અંકનો નંબર યાદ નથી, તો આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી લોકો તેમના મોબાઈલમાં ફક્ત નામથી જ આધાર કાર્ડ જોઈ શકાય છે. આ માટે ન તો કોઈ ફી ચૂકવવાની જરૂર છે કે ન તો કોઈ સાયબર કાફેમાં જવાની જરૂર છે. આધાર કાર્ડનો ઉપયોગ રેશનકાર્ડ બનાવવાથી લઈને મતદાર આઈડી અને લાઇસન્સ વગેરે માટે થાય છે. એટલું જ નહીં, ઘણા લોકો પરીક્ષા દરમિયાન પણ આધાર કાર્ડને ID તરીકે બતાવે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે માત્ર નામ અને જન્મતારીખની મદદથી ક્યાંય પણ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ (Aadhar Download)કરી શકો છો.

નામ દ્વારા આધાર કાર્ડ કેવી રીતે શોધવું

નામ દ્વારા આધાર કાર્ડ શોધવા માટે, સૌથી પહેલા તમારા ફોનમાં https://uidai.gov.in/ વેબસાઇટની મુલાકાત લો. ત્યાર બાદ Retrieve Lost or Forgotten EID/UID પર વિઝિટ કરો. આ કર્યા પછી એક નવી વિન્ડો ખુલશે, જેમાં યુઝર્સે પોતાનું નામ એન્ટર કરવાનું રહેશે, ત્યારબાદ ઘણા બધા વિકલ્પો અને કેપ્ચા ભરવાના રહેશે.

મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જરૂરી રહેશે

ધ્યાનમાં રાખો કે તેમાં મોબાઈલ નંબર અથવા ઈમેઈલ નાખવાનો રહેશે, તે પછી તમને એક મેસેજના રૂપમાં આધાર નંબર મળશે. તે પછી આધાર ડાઉનલોડના વિકલ્પ પર જાઓ અને આધાર નંબર દાખલ કરો. આ કર્યા પછી, તમારે નીચે આપેલ કેપ્ચા ભરવાનું રહેશે અને મોકલો OTP પર ક્લિક કરો. આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરવાનું રહેશે. આમ કરવાથી, વપરાશકર્તાઓને આધાર ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

આધાર પીડીએફ પાસવર્ડ શું છે

આધાર કાર્ડ પીડીએફ પાસવર્ડ ખૂબ જ સરળ છે. આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સને પાસવર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અંગ્રેજી શબ્દો, જે કેપિટલમાં હશે, ત્યારબાદ જન્મ તારીખનું વર્ષ હશે.