ચીન અને પાકિસ્તાનને ટ્રેક પર લાવવા માટે ભારત હવે સ્પેસ પ્લાનિંગમાં વ્યસ્ત છે. ભારતના સ્પેસ મિશન સાથે જોડાયેલા આ એવા સમાચાર છે, જેના વિશે સાંભળીને ચીન અને પાકિસ્તાનની મુશ્કેલી વધી જશે. ભારતનું આ મિશન ચીન અને પાકિસ્તાનને આકાશમાંથી પાઠ ભણાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
મીડિયા રિપાર્ટસ મુજબ, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ 7 ઓક્ટોબરે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ (SBS-3) પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. આ તમામ સેટેલાઈટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત હશે.
ભારત આગામી 5 વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટનો હેતુ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવાનો હશે. આનાથી સેનાની દેખરેખ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સેટેલાઈટોને 36 હજાર કિ.મી. ઊંચાઈ પર સ્થાપિત કરાશે. જેનાથી પૃથ્વી પર સિગ્નલ, મેસેજ અને ઈમેજ મોકલવાનું સરળ બનશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટીએ 7 ઓક્ટોબરે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામના ત્રીજા તબક્કાને મંજૂરી આપી હતી, જે અંતર્ગત એવું આયોજન કરવામાં આવ્યું છે કે આગામી 5 વર્ષમાં ISRO એક સેટેલાઇટ લોન્ચ કરશે. અવકાશમાં બે નહીં પરંતુ 52 જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે.
52 સેટેલાઇટ લોન્ચ કરવા પાછળ 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઈસરો તમામ 52 ઉપગ્રહો તૈયાર નહીં કરે. ઈસરો દ્વારા 21 સેટેલાઇટ બનાવવામાં આવશે. જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા 31 સેટેલાઇટ તૈયાર કરવામાં આવશે.
તમામ સેટેલાઇટ AI આધારિત હશે. જો સેટેલાઇટ 36,000 કિમીની ઉંચાઈએ GEO (જિયોસિંક્રોનસ ઇક્વેટોરિયલ ઓર્બિટ)માં તેને કંઈ દેખાય છે, તો તે શંકાસ્પદ વિસ્તારની વધુ તપાસ કરવા માટે નીચલી ભ્રમણકક્ષામાં એટલે કે 400-600 કિમીની ઊંચાઈએ રહેલા સેટેલાઈટને મેસેજ મોકલશે.