આજે પૃથ્વી સાથે ટકરાશે વિશાળ જીઓમેગ્નેટિક સૌર વાવાઝોડું, થઈ શકે છે વૈશ્વિક અંધારપટ, શું તમારે ઘરે રહેવું જોઈએ?

14 એપ્રિલ, 2022 ના રોજ એક વિશાળ જીઓમેગ્નેટિક સૌર વાવાઝોડું (Geomagnetic Solar Storm) પૃથ્વી પર ત્રાટકશે, જેના કારણે વૈશ્વિક અંધારપટ સર્જાશે. NASA અને NOAA બંનેએ તેની પુષ્ટિ કરી હતી.

આજે પૃથ્વી સાથે ટકરાશે વિશાળ જીઓમેગ્નેટિક સૌર વાવાઝોડું, થઈ શકે છે વૈશ્વિક અંધારપટ, શું તમારે ઘરે રહેવું જોઈએ?
solar storm (Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 12:04 PM

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અને નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ જણાવ્યું છે કે 14 એપ્રિલ, 2022 ના રોજ એક વિશાળ જીઓમેગ્નેટિક સૌર વાવાઝોડું (Geomagnetic Solar Storm) પૃથ્વી પર ત્રાટકશે, જેના કારણે વૈશ્વિક અંધારપટ સર્જાશે. NASA અને NOAA બંનેએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે હેલો કોરોનલ માસ ઇજેક્શન (CME) પૃથ્વી તરફ તેજ ગતિએ આવતું જોવા મળ્યું હતું.

બંને એજન્સીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ભૂચુંબકીય વાવાઝોડું ગુરુવારે (14 એપ્રિલ) પૃથ્વી પર ટકરાશે. ઉપરાંત, સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન સ્પેસ સાયન્સ ઈન્ડિયા (CESSI) એ આ આગામી વાવાઝોડાની વિગતો ટ્વિટર પર શેર કરી છે. Ceciએ ટ્વિટ કર્યુ કે, “11મી એપ્રિલે SOHO LASCO દ્વારા હેલો CME શોધી કાઢવામાં આવ્યું હતું. અમારું મોડલ ફિટ 14 એપ્રિલ 2022ના રોજ 429-575 km/s+ ની વચ્ચેની ઝડપે પૃથ્વીની અસરની ખૂબ જ ઊંચી સંભાવના દર્શાવે છે,”

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જીઓમેગ્નેટિક સ્ટોર્મ વર્ગીકરણ

આ G2 શ્રેણીનું જીઓમેગ્નેટિક વાવાઝોડું છે. સામાન્ય રીતે, જીઓમેગ્નેટિક વાવાઝોડાને G1 થી G5 સુધી 5 લેબલ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યાં G1 એ ન્યૂનતમ અસર સાથેનું નીચા સ્તરનું તોફાન છે અને G5 એ ગંભીર નુકસાનની સંભાવના સાથે અત્યંત મજબૂત સૌર તોફાન છે.

શું તમારે ઘરે રહેવું જોઈએ?

સદનસીબે, આજે પૃથ્વી પર ત્રાટકે તેવું જીઓમેગ્નેટિક તોફાન એટલું શક્તિશાળી નથી, પરંતુ તેના ચોક્કસ પરિણામો આવશે. સૈદ્ધાંતિક રીતે, G5-ક્લાસ જીઓમેગ્નેટિક તોફાન ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે, GPS, મોબાઇલ ફોન નેટવર્ક, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પાવર ગ્રીડમાં વિક્ષેપ પાડી શકે છે. વોલ્ટેજની વધઘટ પણ થઈ શકે છે, જેના પરિણામે ઇલેક્ટ્રિકલ સાધનોને નુકસાન થઈ શકે છે.

આ ઉપરાંત, અવકાશ હવામાન ભૌતિકશાસ્ત્રી તમિથા સ્કોવના જણાવ્યા અનુસાર, જીપીએસ વપરાશકર્તાઓને પણ વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. વૈજ્ઞાનિકોના મતે, હાનિકારક અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ અને ગામા કિરણો બધા વાતાવરણ દ્વારા શોષાય છે અને મનુષ્યો માટે કોઈ સીધો ખતરો નથી.

આ પણ વાંચો : Tech Tips: આ રીતે જુઓ કોઈનું પણ WhatsApp Status, Seen માં નહીં જોવા મળે તમારૂ નામ

આ પણ વાંચો : Video: પુલ પર ચાલતી ગાડીમાંથી નીચે કુદ્યો શખ્સ, ખતરનાક સ્ટંટ અને હિમ્મત જોઈ લોકો દંગ રહી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">