World Cup 2023 Breaking News : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી, નેધરલેન્ડને 309 રનથી હરાવ્યુ

|

Oct 25, 2023 | 9:05 PM

વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં 90 રનમાં સમેટાઈ ગઈ હતી. કાંગારૂ ટીમે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી છે.

World Cup 2023 Breaking News : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી, નેધરલેન્ડને 309 રનથી હરાવ્યુ
world cup 2023

Follow us on

Delhi : વર્લ્ડ કપ 2023ની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ (Netherlands)  21 ઓવરમાં 90 રનમાં સમેટાઈ ગઈ હતી. કાંગારૂ ટીમે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી છે.

ગ્લેન મેક્સવેલની 44 બોલમાં 106 રનની રેકોર્ડબ્રેક ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. મેક્સવેલે માત્ર 40 બોલમાં સદી પૂરી કરીને વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામના નામે હતો. વર્તમાન વર્લ્ડ કપમાં તેણે આ જ મેદાન પર શ્રીલંકા સામે 49 બોલમાં સદી પૂરી કરી હતી.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

આ વર્ષે WCમાં સૌથી ઓછો સ્કોર

  • 90 – NED vs AUS, દિલ્હી, આજે*
  • 139 – AFG vs NZ, ચેન્નાઈ
  • 156 – AFG vs BAN, ધર્મશાળા
  • 170 – ENG vs SA, વાનખેડે

 

વનડેમાં સૌથી મોટી જીત (રન દ્વારા)

  • 317 – IND vs SL, ત્રિવેન્દ્રમ 2023
  • 309 – AUS vs NED, દિલ્હી, આજે*
  • 304 – ZIM vs UAE, હરારે, 2023
  • 290 – NZ vs IRE, Aberdeen 2008
  • 275 – AUS vs AFG, પર્થ 2015 (WC)

ઓપનર ડેવિડ વોર્નરે 93 બોલમાં 104 રનની ઈનિંગ દરમિયાન 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. વોર્નરની વનડેમાં આ 22મી સદી છે, તેણે છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે 163 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે બીજી વિકેટ માટે સ્ટીવ સ્મિથ સાથે 118 બોલમાં 132 રન અને ત્રીજી વિકેટ માટે માર્નસ લાબુશેન સાથે 76 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી. સ્મિથે 68 બોલમાં 71 રનની ઈનિંગ દરમિયાન નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે લાબુશેને 47 બોલમાં પોતાની આક્રમક ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:30 pm, Wed, 25 October 23