ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ ભારત પરત ફરી PV Sindhu, એરપોર્ટ પર ઢોલ નગાડા વગાડી સ્વાગત કરાયું
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics 2020)થી પરત ફરી છે. તે 3 ઓગસ્ટના રોજ ટોક્યોથી નવી દિલ્હી આવી હતી. પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પીવી સિંધુ (P V Sindhu ) અને તેના કોચ પાર્ક તાઈ-સાંગ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)થી પરત ફરતા નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics 2020)થી પરત ફરી છે. તે 3 ઓગસ્ટના રોજ ટોક્યોથી નવી દિલ્હી આવી હતી. પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે . ટોક્યોથી પરત ફર્યા બાદ નવી દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર તેમનું અને તેમના કોચનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીવી સિંધુ(PV Sindhu)ના આગમનની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં મીડિયા કર્મચારીઓ પણ એરપોર્ટ પર હાજર હતા. આવી સ્થિતિમાં પીવી સિંધુને સીઆઈએસએફની સુરક્ષા હેઠળ એરપોર્ટની બહાર લાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, સિંધુ અને તેના કોચ એક -બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલમ્પિક રમતોની શરૂઆત પહેલા પીવી સિંધુ અને તેના માતાપિતા સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરી હતી. પછી તેણે કહ્યું કે, જ્યારે તે ટોક્યોથી પાછી આવશે. ત્યારે તે તેની સાથે આઈસ્ક્રીમ ખાશે. દરમિયાન પીએમ મોદી સિંધુને 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ખાસ મહેમાન બનવા માટે પણ આમંત્રિત કરી શકે છે.
#WATCH PV Sindhu and her coach welcomed at the Delhi airport; Sindhu bagged a bronze medal in women’s singles badminton at #TokyoOlympics pic.twitter.com/6UORPFX851
— ANI (@ANI) August 3, 2021
અહેવાલ છે કે આ વખતે ઓલિમ્પિક (Olympics)માં ગયેલા તમામ ખેલાડીઓને આઝાદીની વર્ષગાંઠ પર ખાસ મહેમાન બનાવવામાં આવશે. રમત મંત્રાલય પીવી સિંધુનું પણ સ્વાગત કરશે. રમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ તેમનું સ્વાગત કરવાની વાત કરી હતી.
સિંધુએ ચીની ખેલાડીને હરાવીને ઈતિહાસ રચ્યો
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સ સ્પર્ધામાં 8મા ક્રમાંકિત ચીનની હી બિંગ શિયાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આનાથી તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.
Olympic medallist @Pvsindhu1 arrives at Delhi airport from Tokyo#Cheer4India#Tokyo2020 pic.twitter.com/abGBo1XiCR
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) August 3, 2021
સિંધુ પહેલા સુશીલ કુમાર બેઈજિંગ 2008 ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને લંડન 2012 ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. આ સાથે જ સિંધુના બ્રોન્ઝ મેડલથી ભારતની ટોક્યો ઓલિમ્પિક ( tokyo olympics 2020)માં મેડલની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. અગાઉ વેઈટલિફ્ટર (Weightlifter) મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત અત્યારે મેડલ ટેલીમાં 63માં ક્રમે છે.
સિંધુના મેડલ સાથે ભારતે બેડમિન્ટનમાં ઓલિમ્પિક મેડલની હેટ્રિક પૂર્ણ કરી હતી. સાઈના નેહવાલ લંડન 2012 ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ સાથે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી, જ્યારે સિંધુએ ચાર વર્ષ બાદ રિયોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સિંધુએ કહ્યું, ‘હું ખૂબ ખુશ છું કારણ કે મેં આટલા વર્ષો સુધી સખત મહેનત કરી છે. મને આનંદ થવો જોઈએ કે મેં બ્રોન્ઝ મેડલ જીત્યો કે પછી દુખી થવું જોઈએ કે મેં ફાઈનલમાં રમવાની તક ગુમાવી. હું આ ક્ષણનો ભરપૂર આનંદ માણીશ. મારા પરિવારે મારા માટે સખત મહેનત કરી છે અને ઘણા પ્રયત્નો કર્યા છે જેના માટે હું તેમની આભારી છું.
આ પણ વાંચો : Russian Olympic : રશિયાના ખેલાડીઓ ઓલિમ્પિકમાં કુલ 50 મેડલ જીત્યા છે, તેમ છતા રશિયાના ખાતામાં 0 મેડલ છે જાણો કેમ ?