Russian Olympic : રશિયાના ખેલાડીઓ ઓલિમ્પિકમાં કુલ 50 મેડલ જીત્યા છે, તેમ છતા રશિયાના ખાતામાં 0 મેડલ છે જાણો કેમ ?

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં, 335 રશિયન રમતવીરો વિશ્વભરના ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી રહ્યા છે અને પ્રથમ ચાર દિવસમાં રશિયાના ખેલાડીઓએ 7 ગોલ્ડ સહિત કુલ 18 મેડલ જીત્યા છે. રશિયાના ખાતામાં 12 ગોલ્ડ મેડલ, 21 સીલ્વર મેડલ અને 17 બ્રોન્ઝ મેડલ કુલ 50 મેડલ છે.

Russian Olympic : રશિયાના ખેલાડીઓ ઓલિમ્પિકમાં કુલ 50 મેડલ જીત્યા છે, તેમ છતા રશિયાના ખાતામાં 0 મેડલ છે જાણો કેમ ?
Russian Olympic Ban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 1:53 PM

Russian Olympic : આજ સુધી રશિયાએ 50 મેડલ જીત્યા છે પરંતુ એક પણ મેડલ રશિયાના ખાતામાં ગયો નથી. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા ડોપિંગ માટે રશિયા પર લાગાવવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ છે. આને કારણે, રશિયન ખેલાડીઓ તેમના પોતાના દેશના નહીં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના બેનર હેઠળ ટોક્યો ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.

રશિયન ખેલાડી (Russian Player) ઓ રશિયન ઓલિમ્પિક સમિતિ (Russian Olympic Committee) ના ધ્વજ હેઠળ રમી રહ્યા છે અને તેમની સિદ્ધિ ROC નામથી મેડલ ટેલીમાં પણ નોંધાઈ રહી છે. રશિયન ખેલાડીઓને (Russian Player) તેમના દેશના નામ, તેના ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરવાની પણ મંજૂરી નથી. રસપ્રદ વાત એ છે કે, આરઓસી (ROC) નો ધ્વજ પણ રશિયાના ધ્વજથી અલગ છે.

રશિયન ખેલાડીઓ તેમના દેશના નામે કેમ રમી શકતા નથી. તેઓ તેમના ધ્વજનો ઉપયોગ કેમ કરી શકતા નથી ? તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા ડોપિંગ માટે રશિયા પર લાગાવવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ છે. આને કારણે, રશિયન ખેલાડીઓ તેમના પોતાના દેશના નહીં, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના બેનર હેઠળ ટોક્યો ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. તે આઇઓસીનો યુનિફોર્મ પહેરીને રમી રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ટોક્યો 2020 થી રશિયા પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું છે?

ડિસેમ્બર 2019 માં વર્લ્ડ એન્ડી ડોપિંગ એજન્સી દ્વારા રશિયા પર 4 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયા પર ડોપ ટેસ્ટ માટે તેના ખેલાડીઓના ખોટા નમૂના મોકલવાનો આરોપ હતો. તપાસમાં તે સાચું હોવાનું જણાયું હતું કે, નમૂનાઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પછી વાડાએ તેના પર આ પ્રતિબંધ લાગાવ્યો હતો. આ પ્રતિબંધને કારણે, રશિયા ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) અને 2022 ફિફા વર્લ્ડ કપ (2022 FIFA World Cup) માં ભાગ લઈ શક્યા નથી.

વાડાના નિયમો અનુસાર, રશિયાના રમતવીરો જે ડોપિંગ માટે દોષિત સાબિત થયા નથી. તેમને તટસ્થ ખેલાડીઓ તરીકે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત રશિયાના ખેલાડીઓ ટોક્યો ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે.

રશિયા પર શું આરોપ હતો?

2014 માં રશિયન 800 મીટર દોડવીર યુલિયા સ્ટેપનોવા અને તેના પતિ વિટાતી રશિયાની ડોપિંગ એજન્સી RUSADA ના ભૂતપૂર્વ કર્મચારી હતા, તેમણે એક ડોક્યુમેન્ટ્રીમાં રશિયાના ખેલાડીઓને ડોપિંગમાં સંડોવણીનો ખુલાસો કર્યો હતો. બાદમાં તેને રમતના ઇતિહાસમાં સૌથી ‘વ્યવસ્થિત ડોપિંગ પ્રોગ્રામ’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

બે વર્ષ પછી રશિયાના ડોપિંગ એજન્સીના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રિગોરી રોડચેન્કોવ વ્હિસલ બ્લોઅર તરીકે સામે આવ્યા અને ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે, રશિયા આયોજન કરીને ડોપિંગને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે અને સરકારી એજન્સીઓ દ્વારા ટેકો આપવામાં આવે છે. આ ઘટસ્ફોટ પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC), વાડા અને અન્ય વૈશ્વિક મહાસંઘોએ વિગતવાર તપાસ શરૂ કરી અને જેમાં રશિયા પર 4 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડોપિંગના આરોપો બાદ તપાસ એજન્સીઓએ શું કર્યું?

ડોપિંગ સંબંધિત આ ખુલાસા બાદ તુરંત જ 2015માં રશિયાની એન્ટી ડોપિંગ લેબની માન્યતા રદ્દ કરવામાં આવી હતી. રિયો ઓલિમ્પિકમાં રશિયાના 389 સભ્યોના દળમાંથી 111 એથલીટને દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર ટ્રેક એન્ડ ફિલ્ડ ટીમ તેમાં સામેલ હતી. આ આક્ષેપોને વધુ ઉંડાણપૂર્વક તપાસ્યા બાદ, IOCએ દક્ષિણ કોરિયામાં 2018માં વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે રશિયા પર સંપૂર્ણ પ્રતિબંધની ભલામણ કરી હતી.

અંતમાં 169 રમતવીરોએ વિવિધ આંતરરાષ્ટ્રીય ફેડરેશનના બેનર હેઠળ આ રમતોમાં ભાગ લીધો હતો. ત્યારબાદ રશિયાની ઓલિમ્પિક સમિતિને આ કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને દેશના ધ્વજને સત્તાવાર રીતે કોઈ પણ સ્થળે ક્યારેય પ્રદર્શિત કરવામાં આવ્યો ન હતો. રશિયન ખેલાડીઓ પણ તટસ્થ ગણવેશ પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા. જેના પર લખ્યું હતું – Olympic Athletes From Russia.

પછી શું થયું?

2020માં કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ રશિયા પરના પ્રારંભિક ચાર વર્ષના પ્રતિબંધને ઘટાડીને બે વર્ષ કરી દીધો. પરંતુ કોર્ટે સુનિશ્ચિત કર્યું કે વાડા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેના સત્તાવાર પ્રતિબંધની અવધિ (16 ડિસેમ્બર, 2022) સમાપ્ત થાય ત્યાં સુધી રશિયાની કોઈ સત્તાવાર ટીમ ભાગ લઈ શકે નહીં. તેનો અર્થ એ થયો કે સત્તાવાર રશિયન ટીમો 2020 સમર ઓલિમ્પિક્સ, આવતા વર્ષે ટોક્યોમાં પેરાલિમ્પિક્સ અને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સમાંથી બહાર હતી. એટલું જ નહીં, જો રશિયા ક્વોલિફાય થાય છે, તો 2022 માં કતારમાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ તે તટસ્થ નામ હેઠળ જશે.

આ પણ વાંચો : tokyo olympics : સાયના નેહવાલે પીવી સિંધુને શુભકામના ન પાઠવી, સિંધુએ કહ્યું અમે વાત કરતા નથી

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">