Best Match Of My Life : સાયના અને કશ્યપની બેડમિંટન કોર્ટથી લગ્નના બંધન સુધીની સફર જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 6:16 PM

સાયના નહેવાલ (Saina Nahewal) એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી (Badminton player)છે.ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ અને પારુપલ્લી કશ્યપ (Parupalli Kashyap)લગ્નગ્રંથિથી જોડાયા છે. સાયના અને કશ્યપની બેડમિન્ટન કોર્ટથી લગ્નના બંધન સુધીની સફર જુઓ.

Best Match Of My Life : સાયના નહેવાલ (Saina Nahewal) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ (Olympic bronze medal)જીતનારી ભારતની પ્રથમ ખેલાડી છે. જેમણે 2012માં લંડન ઓલિમ્પિક (Olympic )માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાયના નહેવાલે 8 વર્ષની ઉંમરમાં જ બેડમિન્ટન રમવાનું શરુ કર્યું હતુ.

જ્યારે તેમનો પરિવાર હરિયાણાથી હૈદરાબાદ (Hyderabad)આવ્યો હતો.સાયના નહેવાલ (Saina Nahewal)રમતમાં વધુ મહેનત કરતી હતી કારણ કે, તે સ્થાનીક ભાષાથી પરિચિત ન હતી. તે પોતાની માતાના સપનાને આગળ વધારવા માગતી હતી. આપને જણાવી દઈએ કે, સાયના નહેવાલની માતા પણ નેશનલ લેવલની બેડમિન્ટન ખેલાડી (Badminton player) હતી.

ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ અને પારુપલ્લી કશ્યપ (Parupalli Kashyap)લગ્નગ્રંથિથી જોડાયા છે. વર્ષ 2000માં પ્રથમ વખત 10 વર્ષની ઉંમરમાં કશ્યપને મળી હતી અને 2012માં તેમણે લાગ્યું કે, કશ્યપ તે વ્યક્તિ છે જેને તે પોતાનો જીવનસાથી બનાવી શકે છે.

 

સાયનાએ કહ્યું કે, તેઓ પ્રથમ વખત હૈદરાબાદની શિબિરમાં કશ્યપને મળી હતી. તેઓ સતત પ્રકટિસ કરતા હતા જેથી બંન્ને વાતચીત કરી શકતા ન હતા. એશિયાઈ રમત દરમિયાન કશ્ય ઈર્જાગ્રસ્ત થયો કારણ કે, તે મને હારત જોઈ શકતો ન હતો, મે તેમને ઘાયલ હોવા છતાં પણ સ્ટેડિયમમાં આવતા જોયો હતો, તે બે અઠવાડિયા ખુબ જ અલગ હતા, બંન્ને એકબીજાને 10 વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

સાયના નહેવાલે(Saina Nahewal) પોતાના લગ્ન અંગેની જાણકારી પોતાના ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરી આપી હતી. તેમણે પોસ્ટ કરી લખ્યું ‘મારા જીવનનો સર્વશ્રેષ્ઠ મેચ ‘પારુપલ્લી કશ્યપ દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં કરવામાં આવે છે. તેમણે 2014માં કૉમનવેલ્થ (Commonwealth)ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ઓપનમાં સહિત મોટા ટૂર્નામેન્ટ પોતાને નામે કર્યો હતો.

સાયના નહેવાલ(Saina Nahewal)ને ભારત સરકારે પદ્મશ્રી અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર (Rajiv Gandhi Khel Ratna)થી પણ સન્માનિત કરવામાં આવી છે. તેના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. જેના લીડ રોલમાં પરણિતી ચોપરા છે.

સાયના નહેવાલ (Saina Nahewal)એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી (Badminton player)છે. સાયનાનો જન્મ 17 માર્ચ 1990ના દિવસે ઉત્તર ભારતના હરિયાણામાં આવેલા હિસાર શહેરમાં થયો હતો.સાયના મહિલા સિંગ્લમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે તથા વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે. સાયનાનું નામ વિશ્વ ઇતિહાસમાં 21 જુન 2009ના રોજ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું,

જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીનની લિન વાંગ નામની ખેલાડીને જાકર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી.તેણીને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. 2010ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Mirabai Chanu : બાળકીએ મીરાબાઈ ચાનુની નકલ કરી, મીરાબાઈએ કહ્યું ‘So cute. Just love this ’

Published on: Jul 27, 2021 05:58 PM
g clip-path="url(#clip0_868_265)">