Paris Olympics : મનુ ભાકરની શાનદાર જીત, પેરિસ ઓલિમ્પિકમાં વધુ એક મેડલ જીતવાની તક, જાણો ક્યારે થશે મેચ
મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાઈ થઈ છે. ફાઈનલ મેચ આવતીકાલે થશે!
મનુ-સરબજોત બ્રોન્ઝ માટે કાલે રમશે.મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમની ક્વોલિફિકેશન મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ત્રીજા ક્રમે રહ્યા હતા. તેની પાસે હવે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. જ્યારે, અર્જુન ચીમા અને રિધમ સાંગવાન 10મા સ્થાને રહ્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે.તમને જણાવી દઈએ કે,મનુ-સરબજોત 30 જુલાઈએ બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન ખેલાડીઓ સામે ટકરાશે.
Shooting – Manu Bhaker and Sarabjot Singh finish 3rd to Qualify for the Bronze Medal match in the 10m Air Pistol Mixed Team event. The final match will take place tomorrow!
— Team India (@WeAreTeamIndia) July 29, 2024
રિદમ-અર્જુન ચીમ બહાર
10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં રિધમ સાંગવાન અને અર્જુન ચીમાની સારી શરુઆત રહી હતી. ત્યારબાદ 576-14xના ટોટલ સાથે 10માં સ્થાને રહ્યા છે. મનુ ભાકર અને સરબજોત સિંહે 580-2xનો સ્કોર બનાવ્યો હતો.
મનુએ જીત્યો બ્રોન્ઝ મેડલ
મનુએ રવિવારના રોજ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. ઓલિમ્પિક મેડલ જીતનારી તે પહેલી ભારતીય મહિલા શૂટર બની છે. તેણે 12 વર્ષ બાદ ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં ભારતને મેડલ અપાવ્યો છે.
રમિતા જિંદાલ નિરાશ
ભારત તરફથી વધુ એક શૂટર રમિતા જિંદાલના હાથે નિરાશા લાગી છે. 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં તે 7માં સ્થાને રહી હતી. 20 વર્ષની રમિતાએ 8 શૂટર્સની ફાઇનલમાં 145.3નો સ્કોર કર્યો હતો. તે 10 શોટ બાદ 7મા સ્થાને રહી હતી. રવિવારના રોજ રમિતા ક્વોલિફિકેશનમાં પાંચમા નંબર પર રહી હતી.
બંન્ને મળીને બ્રોન્ઝ મેડલ મેચ રમશે
પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ જીતાડનાર શૂટર મનુ ભાકરે વધુ એક શાનદાર પ્રદર્શન કર્યું છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં દેશને બ્રોન્ઝ મેડલ જીતાડ્યા બાદ મિક્સ ઈવેન્ટમાં પણ મેડલની આશા છે. મનુ ભાકર અને સરબજોત સિંહ મિક્સ ઈવેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. હવે બંન્ને મળીને બ્રોન્ઝ મેડલ મેચમાં સાઉથ કોરિયાના શૂર્ટર્સ સામે હશે. મનુ ભાકર અને સરબજોતની બ્રોન્ઝ મેડલ મેચ મંગળવારના રોજ બપોરે 1 કલાકે રમાશે.