ભારત પહોંચતા જ ટીમ ઈન્ડિયા સૌથી પહેલા PM મોદીને મળશે, ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવવા રવાના થઈ ગઈ છે. ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ભારત પહોંચશે. ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત આવી ગઈ છે. ભારતીય ખેલાડીઓ એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તેમના દેશમાં આવી રહ્યા છે. આ પ્લેનનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ટીમ ઈન્ડિયા ભારતમાં ક્યાં ઉતરશે અને સૌથી પહેલા કોને મળશે તેનો ખુલાસો થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયા PM મોદી સાથે મુલાકાત કરશે
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સીધી નવી દિલ્હી આવશે. ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ભારત પહોંચશે. આ પછી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ બેઠક લગભગ 11 વાગ્યે થશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ પછી ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થશે.
2023નો ODI વર્લ્ડ કપ યાદ છે?
ભારતીય ક્રિકેટ ચાહકો 2023ના વર્લ્ડ કપની ફાઈનલને ક્યારેય ભૂલ્યા નથી. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વ્યક્તિ હતા જેમણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મેચ પુરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરતા અને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાની લાંબી રાહનો આવ્યો અંત
ટીમ ઈન્ડિયાની આ જીત ઘણી ખાસ છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ICC ટ્રોફી માટે 11 વર્ષની લાંબી રાહનો પણ અંત કર્યો છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈ સૌથી મોટા સમાચાર, જાણો કયારે થશે બંને ટીમોની ટક્કર