ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર

30 ડિસેમ્બર, 2024

ભગવાન શ્રી રામ પ્રત્યે સબરીની ભક્તિ વિશે દરેક લોકો જાણે છે.

ગુજરાતના ડાંગ જિલ્લાના હરિયાળા જંગલોની વચ્ચે સ્થિત શબરી ધામ વિશે જાણવું જોઈએ.

આ ધામ ભક્તિ અને સાદગીનું એક અનમોલ પ્રતીક છે.

ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડયા હોવાથી શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે.

રામાયણના અનુસાર, આ જ એ સ્થાન છે જ્યાં માતા શબરીએ ભગવાન રામનું સ્વાગત પોતાના પ્રેમ અને શ્રદ્ધાથી કર્યું હતું.

તેમને મીઠાબોર ખવડાવ્યા હતા.

શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નીચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

આજે આ પવિત્ર સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

શબરી ધામ આવિ ભારતની આ દિવ્ય વિરાસતને નજીકથી અનુભવા અનેક પ્રવાસીઓ આવે છે.