IPL 2021: મેચના સમયને લઈને ધોનીનું મોટુ નિવેદન, નવા સમયને લઈને એક ટીમને મળે છે ફાયદો

IPL 2021ની બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે મુંબઈમાં રમાઈ હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ઋષભ પંત (Rishabh Pant)ની ટીમ દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2021: મેચના સમયને લઈને ધોનીનું મોટુ નિવેદન, નવા સમયને લઈને એક ટીમને મળે છે ફાયદો
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 11, 2021 | 5:39 PM

IPL 2021ની બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે મુંબઈમાં રમાઈ હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ઋષભ પંત (Rishabh Pant)ની ટીમ દિલ્હી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ હવે ધોનીએ એવો સંકેત આપ્યો છે કે, તે મેચની શરુઆતના સમયથી ખુશ નથી. તેમનુ માનવુ છે કે, સાંજે 7.30 કલાકે મેચ શરુ થવાને લઈને પ્રથમ બોલીંગ ટીમ ફાયદામાં રહે છે. તેમનુ કહેવુ છે કે, જેનાથી એક ટીમને 30થી 40 મિનિટ સૂકા મેદાનનો લાભ મળે છે. જેનાથી મેચમાં અંતર પેદા થાય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આઈપીએલની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની ટીમ ગુરુ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને 188 રનના સ્કોર પર રોકી શકી હતી. બાદમાં શિખર ધવનની 85 રન અને પૃથ્વી શોની 72 રનની ઈનીંગને લઈને રન ચેઝ કરવામાં સફળ રહી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટની ભાગીદારી 138 રનની રહી હતી અને જેના દમ પર જ દિલ્હીની ટીમ 7 વિકેટથી મેચને જીતવામાં સફળ રહી હતી.

ઝાકળની અસર

ધોનીએ કહ્યુ હતુ કે, જ્યારે તેમની ટીમે બેટીંગ શરુ કરી હતી તો બેટીંગ થોડીક મુશ્કેલ બની રહી હતી. પરંતુ જ્યારે ઝાકળ પડવા લાગી તો બેટીંગ કરવી આસાન બની ગઈ હતી. ધોનીએ કહ્યુ હતુ કે, તમારે આગળની તરફ જોવુ પડશે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા મગજમાં ઝાકળ હોય અને તમે પ્રથમ બેટીગ કરી રહ્યા હોય. તમારે 10-15 રન વધારે બનાવવા પડશે. આમ તો આ આઠ વાગ્યે શરુ થનારી મેચ હતી, હવે મેચ 7.30 વાગ્યે શરુ થઈ રહી છે.

એનો મતલબ એ છે કે, વિપક્ષી ટીમને અડધો કલાક વહેલા ઈનીંગની શરુઆત કરવી પડી રહી છે. ત્યારે ઝાકળ ઓછી હશે. તેનો મતલબ એ છે કે, બોલ બેટ પર એટલી આસાનીથી નહીં આવે, જેટલી આસાનીથી બીજી ઈનીંગમાં આવશે. આમ તમારે 10-15 રન વધારે બનાવવા પડશે. આ સાથે જ તમારે શરુઆતમાં જ વિકેટ પણ નિકાળવી પડશે.

200 સ્કોર સાથે ચાલવુ પડશે ધોનીએ કહ્યુ હતુ કે, હાલની સ્થિતીમાં પ્રથમ બેટીંગ ઈનીંગ રમવાવાળી ટીમે 200 રનના લક્ષ્યને લઈને ચાલવુ પડશે. ધોનીએ આગળ કહ્યુ હતુ, જો આપણને સતત ઝાકળ મળી રહી છે તો 200 રનનો ટાર્ગેટ તમામ ટીમોએ રાખીને ચાલવો પડશે. જોકે જેવુ મેં કહ્યુ, શરુઆતનો અડધો કલાક ખૂબ જ મહત્વનો રહેશે. જેમાં તમારે વધારે સારી શરુઆત કરવી પડશે.

પહેલા પણ 8 કલાકે મેચ શરુ થતી હતી

આઈપીએલની મેચ પહેલા સાંજે 8 કલાકે શરુ થતી હતી. જોકે પાછળના વર્ષે આઈપીએલ કોરોના સંક્રમણને લઈને યુએઈમાં આયોજીત કરવામાં આવી હતી. જેને લઈને મેચનો સમય સાંજે 7.30 કલાકનો કરી દેવામાં આવ્યો હતો. આમ મેચ સાંજે 7.30 શરુ કરવાનો તે સમય આ વખતની સિઝનમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે, જેથી કોરોનાકાળમાં મેચને સમયસર ખતમ કરી શકાય.

આ પણ વાંચો: IPL 2021: હરભજન જે ટીમમાં રહ્યો તે બંને ટીમ આઈપીએલ વિજેતા રહી ચુકી, ભજ્જીની ફિરકી 40 વર્ષે પણ જબરદસ્ત

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">