T20 વર્લ્ડ કપમાં મયંક યાદવનું સ્થાન નિશ્ચિત હતું, પરંતુ આ કારણે હવે તેની પસંદગી નહીં થાય

IPL 2024માં પોતાની સ્પીડથી સનસનાટી મચાવનાર મયંક યાદવને મોટું નુકસાન થયું છે. તેની સ્પીડ અને અનુશાસનને જોઈને સિલેક્ટરોએ T20 વર્લ્ડ કપ માટે તેના પર નજર રાખી હતી પરંતુ હવે પસંદગીકારોએ પોતાનો પ્લાન બદલી નાખ્યો છે. હવે મયંક યાદવની T20 વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવશે નહીં એ નિશ્ચિત છે, જેની પાછળ બીજું કોઈ નહીં પરંતુ એ ખુદ જ જવાબદાર છે. એમાં કોઈ શંકા નથી કે મયંક ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે ચોક્કથી ભારત તરફથી આગામી દિવસોમાં રમશે, પરંતુ હાલ T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેનું નામ નહીં હોય.

T20 વર્લ્ડ કપમાં મયંક યાદવનું સ્થાન નિશ્ચિત હતું, પરંતુ આ કારણે હવે તેની પસંદગી નહીં થાય
Mayank Yadav
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 5:54 PM

મયંક યાદવે IPL 2024માં ડેબ્યુ કરતાની સાથે જ તેણે સતત 150ની સ્પીડથી બોલ ફેંકીને સનસનાટી મચાવી દીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કરનાર મયંકે પ્રથમ ત્રણ મેચમાં 2 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા. આ દરમિયાન તેણે શાનદાર ઈકોનોમી સાથે 6 વિકેટ ઝડપી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે તે આ ત્રણ મેચ જ રમી શક્યો. ત્રીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેચ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. ત્યારથી તે ટીમની બહાર છે અને હવે આ ઈજા તેની દુશ્મન સાબિત થઈ છે. આ કારણે પસંદગીકારોએ તેની જગ્યાએ અન્ય કોઈને સામેલ કરશે અને તે T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં.

T20 WC માટે નજર મયંક પર હતી

મયંક યાદવે તેની પ્રથમ મેચથી જ ગતિ સાથે જબરદસ્ત લાઈન-લેન્થ દર્શાવી છે. 150ની સાતત્યપૂર્ણ ગતિએ બોલિંગની સાથે તેની શિસ્ત જોઈને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે તે આંતરરાષ્ટ્રીય મેચો રમવા માટે તૈયાર છે. તેને T20 વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને આ માટે તેને પસંદ કરવાની માંગ ઉઠી રહી છે. પસંદગીકારો તેના પર નજર રાખી રહ્યા હતા અને તેને ટીમમાં સામેલ કરવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ મયંકની ઈજા બાદ તેમણે પોતાનો પ્લાન બદલી નાખ્યો. હવે મયંક T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકશે નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે મયંકને ઈજાના કારણે બહાર થવું પડ્યું હોય. તે 2022માં IPLમાં ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે ડેબ્યૂ કરી શક્યો નહીં.

મયંક જલદી વાપસી કરશે

તમને જણાવી દઈએ કે મયંક યાદવે પહેલી બે મેચમાં પોતાની સ્પીડથી તબાહી મચાવી હતી. ડેબ્યૂ મેચમાં પંજાબ કિંગ્સ સામે તેણે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારથી તે લાઈમલાઈટમાં આવ્યો હતો. બીજી જ મેચમાં તેણે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. IPLના ઈતિહાસના સૌથી ઝડપી બોલરોમાં તે પાંચમા નંબરે છે. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામેની ત્રીજી મેચમાં તે માત્ર એક જ ઓવર નાંખી શક્યો હતો, ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે ટીમની બહાર છે. LSGના સહાયક કોચ એસ શ્રીરામે કહ્યું છે કે તે નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ વાપસી કરી શકે છે.

જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, આ દિવસે રવાના થશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
g clip-path="url(#clip0_868_265)">