Asia cup 2023 : શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારત એશિયા કપમાં ‘ચેમ્પિયન’
Ind vs SL Live Score Asia cup 2023 final Updates : ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ( Asia cup)ની વધુ એક ફાઈનલ. મેચ કોલંબોમાં છે, ODI એશિયા કપની ફાઇનલમાં બંને ટીમોની આ 8મી મુલાકાત છે. આ પહેલા રમાયેલી 7 ટાઈટલ મેચોમાંથી ભારતે 4 જીતી છે જ્યારે શ્રીલંકાએ 3 જીતી છે.
એશિયા કપ 2023 (Asia cup 2023)ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં શ્રીલંકા (Sri Lanka) ને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ભારતને મેચ જીતવા 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં હાંસલ કરી ઈતિહાસ રચ્યો હતો. ભારત (Team India) આઠમી વાર એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું.
LIVE NEWS & UPDATES
-
India vs Sri Lanka match live score : ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું
India vs Sri Lanka match live score : 51 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો. ભારત એશિયા કપમાં આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. ઇશાન કિશને છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર સિંગલ લઈ વિજયી રન લીધો હતો.
-
IND vs SL cricket live score : ઈશાન-શુભમનની ફટકાબાજી
IND vs SL cricket live score : પહેલી ત્રણ ઓવરમાં ઈશાન કિશન અને શુભમન ગિલે દમદાર શરૂઆત કરતા મજબૂત ફટકાબાજી કરી હતી, બંનેએ જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી.
-
-
IND vs SL match live score : ઈશાન-શુભમનની દમદાર શરૂઆત
IND vs SL match live score : શુભમન બાદ ઈશાન કિશને ફટકાબાજી શરૂ કરતાં બીજી ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી.
-
IND vs SL live score today : ઈશાન-શુભમને કર્યું ઓપન
IND vs SL live score today : 51 રનના ટાર્ગેટને ચેઝ કરવા શુભમનની સાથે ઈશાન કિશને ઓપન કર્યું હતું. શુભમને પહેલી ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી.
-
IND vs SL Live Score : શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ
IND vs SL Live Score : હાર્દિક પંડયાએ બે બોલમાં બે વિકેટ ઝડપતા શ્રીલંકાની ટીમ માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા હવે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો છે.
-
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાનો સ્કોર 50 રનને નજીક પહોંચ્યો
14 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર આઠ વિકેટે 49 રન છે. હાલમાં પ્રમોદ મદુષણ અને દુષણ હેમંથા ક્રિઝ પર છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :શ્રીલંકાના વનડેમાં લોએસ્ટ સ્કોર
43- વિ. દક્ષિણ આફ્રિકા (2012)
55- વિ. વેસ્ટ ઇન્ડીઝ (1986)
67- વિ. ઇંગ્લેન્ડ (2014)
73- વિ. ભારત (2023)
76- વિ. ન્યૂઝીલેન્ડ (2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાનો સ્કોર 40/8
13 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 8 વિકેટે 40 રન છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાને 8મો ઝટકો
શ્રીલંકન ટીમની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ છે. હવે હાર્દિક પંડ્યાને પણ એક વિકેટ મળી છે. હાર્દિકે દુનિથ વેલાલાગેને આઉટ કર્યો છે. 12.3 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર આઠ વિકેટે 40 રન છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : એક ખેલાડી ડબલ ફિગરને સ્પર્શવામાં સફળ રહ્યો
શ્રીલંકાને 12મી ઓવરમાં 33 રનના સ્કોર પર સાતમો ફટકો લાગ્યો હતો. સિરાજે કુસલ મેન્ડિસને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 17 રન બનાવી શક્યો હતો. મેન્ડિસ એકમાત્ર એવો બેટ્સમેન છે જે અત્યાર સુધી ડબલ ફિગરને સ્પર્શવામાં સફળ રહ્યો હતો.
-
Ind vs SL Live Score Asia cup 2023 :ભારતનો દબદબો
ભારતના બંને ફાસ્ટ બોલરો શ્રીલંકા પર સંપૂર્ણ રીતે તૂટી પડ્યા છે.
12 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર-37 / 7
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાને 33 રને સાતમો ફટકો, મેન્ડિસ પેવેલિયન પરત ફર્યો
શ્રીલંકાને 33 રને સાતમો ફટકો, મેન્ડિસ પેવેલિયન પરત ફર્યો, સિરાજને છઠ્ઠી સફળતા મળી
-
Ind vs SL Live Score Asia cup 2023 : વનડેમાં શ્રીલંકાનો ન્યૂનતમ સ્કોર 43 રન છે
ODI ક્રિકેટમાં શ્રીલંકાનો ન્યૂનતમ સ્કોર 43 રન છે, જે તેણે દક્ષિણ આફ્રિકા સામે પાર્લમાં 11 જાન્યુઆરી 2012ના રોજ બનાવ્યો હતો.
-
Ind vs SL Live Score Asia cup 2023 :શ્રીલંકાના ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરને 42 લાખ રૂપિયા મળશે, જય શાહે જાહેરાત કરી
શ્રીલંકામાં ઘણી મેચોમાં વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં ગ્રાઉન્ડ્સમેન અને પીચ ક્યુરેટરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામ લોકોને 42 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે જય શાહે એક પોસ્ટ પોસ્ટ કરી, “એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) કોલંબો અને કેન્ડીના ગ્રાઉન્ડસમેન માટે US$ 50,000 (42 લાખ ભારતીય રૂપિયા) ની વાજબી ઈનામની રકમની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. “તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને અવિસ્મરણીય બનાવ્યો.”
️ Big Shoutout to the Unsung Heroes of Cricket!
The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy.
Their unwavering commitment and…
— Jay Shah (@JayShah) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 :આ રીતે શ્રીલંકાની એક પછી એક સિરાજે લીધી 4 વિકેટ, જુઓ VIDEO
સિરાજે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાની હાલત ખરાબ કરી નાખી છે. તમને જણાવી દઈએ કે સિરાજની તે ઓવર જેમાં તેણે એક પછી એક 4 વિકેટ ઝડપી હતી.
W . W W 4 W! Is there any stopping @mdsirajofficial?!
The #TeamIndia bowlers are breathing 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka?
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR
— Star Sports (@StarSportsIndia) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : 9 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 30/6
9 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર છ વિકેટે 30 રન છે. કુસલ મેન્ડિસ 17 રન અને દુનિથ વેલ્લાગે 5 રન સાથે રમી રહ્યા છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : કુસલ મેન્ડિસે ચોગ્ગો ફટકાર્યો
9મી ઓવર જસપ્રિત બુમરાહ લઈને આવ્યો હતો. બીજા બોલ પર કુસલ મેન્ડિસે ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ ચોથા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો.
-
Ind vs SL Live Score Asia cup 2023 :એશિયા કપ ફાઇનલમાં 5 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો સિરાજ
-
Ind vs SL Live Score Asia cup 2023 : સિરાજે તબાહી મચાવી
શ્રીલંકાને છઠ્ઠી ઓવરમાં 12ના સ્કોર પર છઠ્ઠો ફટકો લાગ્યો હતો. સિરાજે તબાહી મચાવી હતી અને કેપ્ટન દાસુન શનાકાને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. 7 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર છ વિકેટે 17 રન છે. હાલમાં દુનિથ વેલાલ્ગે અને કુસલ મેન્ડિસ ક્રિઝ પર છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી
મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ લીધી હતી. કેપ્ટન શનાકા 0 રને આઉટ થયો
!
FIFER completed in under 3⃣ overs!
Outstanding bowling display from Mohd. Siraj
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#AsiaCup2023 | #INDvSL | @mdsirajofficial pic.twitter.com/a86TGe3BkD
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : સિરાજ ફુલ જોશમાં
MOHAMMAD SIRAJ – YOU FREAKIN LEGEND….!!!!
4 wickets in a single over by Siraj – this is absolute mayhem! pic.twitter.com/VBO85N14Zl
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : સિરાજે એક ઓવરમાં ચાર વિકેટ લીધી
સિરાજે ચોથી ઓવરમાં છ બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ, તેણે ચોથી ઓવરના પ્રથમ બોલ પર પથુમ નિસાંકાને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો. નિસાંકા ચાર બોલમાં બે રન બનાવી શકી હતી. આ પછી ત્રીજા બોલ પર સાદિરા સમરવિક્રમા LBW આઉટ કર્યો. ચોથા બોલ પર તેણે ચરિથ અસલંકાને ઈશાન કિશનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, તે હેટ્રિક ચૂકી ગયો હતો. પાંચમો બોલ ફોર માટે ગયો. આ પછી છેલ્લા બોલ પર સિરાજે ધનંજય ડી સિલ્વાને વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
નિસાંકા બે રન અને ધનંજય ચાર રન બનાવી શક્યા હતા. સમરવિક્રમા અને અસલંકા તેમના ખાતા પણ ખોલી શક્યા ન હતા. આ પહેલા બુમરાહે કુસલ પરેરાને પહેલી જ ઓવરમાં વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પરેરા ખાતું ખોલાવી શક્યો નહોતો.
-
Ind vs SL Live Score Asia cup 2023 : ધનંજયા ડી સિલ્વાએ ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાને ચોથો ઝટકો
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલકાને ત્રીજો ઝટકો સાદિરાના રુપમાં લાગ્યો
મોહમ્મદ સિરાજે શ્રીલંકન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. સાદિરા સમરવિક્રમા 2 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર LBW આઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં બે વિકેટ ઝડપી છે.
W.O.W.W @mdsirajofficial has THREE wickets in an over ⚡️⚡️⚡️
Sri Lanka lose their fourth.
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#TeamIndia | #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/vtX8zi2ILu
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાને બીજો ઝટકો
શ્રીલંકાની ટીમને બીજો ઝટકો લાગ્યો, પથુમ નિસાંકાને મોહમ્મદ સિરાજે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો. પથુમ માત્ર 2 રન બનાવીને આઉટ થયો
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાનો સ્કોર 8/1
3 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર 8/1 રન છે. ત્રીજી ઓવર જસપ્રિત બુમરાહ લઈને આવ્યો
-
Ind vs SL Live Score Asia cup 2023 : સિરાજે મેડન ઓવર ફેંકી
બીજી ઓવર મોહમ્મદ સિરાજ લઈને આવ્યો હતો.આ ઓવરમાં એર પણ રન શ્રીલંકાના ખાતામાં આવ્યો નથી. 2 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટે સાત રન છે. હાલમાં કુસલ મેન્ડિસ અને પથુમ નિસાંકા ક્રિઝ પર છે.સિરાજે મેડન ઓવર ફેંકી હતી
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાનો સ્કોર 7 /1
જસપ્રીત બુમરાહે ભારતને પ્રથમ સફળતા અપાવી, કુસલ પરેરા 2 બોલનો સામનો કર્યા બાદ 0 રને આઉટ થયો હતો. શ્રીલંકાનો આ પ્રથમ ઓવર બાદ સ્કોર 7 /1 છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : કુસલ મેન્ડિસે ચોગ્ગો ફટકાર્યો
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકાને પ્રથમ ઝટકો
શ્રીલંકાએ બેટિંગ શરૂ કરી, પથુમ નિસાંકા અને કુસલ પરેરા ઓપનિંગ કરી રહ્યા હતા. જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે. જસપ્રીત બુમરાહે કુસલ પરેરાને પેવેલિયન મોકલ્યો છે
BOOM @Jaspritbumrah93 strikes in the very first over! ⚡️
Kusal Perera departs as @klrahul takes the catch
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#AsiaCup2023 | #TeamIndia | #INDvSL pic.twitter.com/mYGLNm1T3U
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : મેચ શરુ
ભારતીય ટીમ મેદાન પર આવી ચુકી છે.જસપ્રીત બુમરાહ પ્રથમ બોલિગ લઈને આવ્યો છે. શ્રીલંકાના ખએલાડી નિસાંકા અને કુસલ ક્રિઝ પર છે
-
Ind vs SL Live Score Asia cup 2023 : આ ફેરફારો સાથે મેચ શરુ થઈ
વરસાદ બંધ થઈ ગયો છે. અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. કવર દૂર કરવામાં આવ્યા છે. રમત બપોરે 3.40 વાગ્યે શરૂ થઈ શકે છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં છ ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની વાપસી થઈ છે. તે જ સમયે ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તક મળી છે. સુંદર ઓફ સ્પિનર છે. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ શમીને બહાર કરવામાં આવ્યા છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :રમત બપોરે 3.40 કલાકે શરૂ થશે
Update: The covers are off. Play to start at 3:40 PM. #INDvSL #AsiaCupFinal #TeamIndia
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : મેચ થોડી વારમાં શરૂ થશે
ગ્રાઉન્ડ સ્ટાફ કવર દૂર કરી રહ્યા છીએ. બપોરે 3.30 વાગ્યા સુધી અમ્પાયર પિચનું નિરીક્ષણ કરશે. મેચ 3:45 સુધીમાં શરૂ થવાની ધારણા છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :3:30 વાગ્યે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવશે
We will have an inspection at 3:30 PM. https://t.co/3RXCWPOG6J
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : વરસાદ બંધ થયો
વરસાદ બંધ થઈ ગયો છે. અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. કવર દૂર કરવામાં આવ્યા છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :જાણો કેવો રહ્યો છે તેનો ફાઈનલમાં રેકોર્ડ
ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં રહ્યો છે અને તે આશા કરશે કે તે ભારતીય ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી શકે. આ પણ વાંચો : Asia Cup Final 2023: કેપ્ટન રોહિત શર્માની 250મી ODI મેચ હશે, તેની પાંચમી એશિયા કપ ફાઈનલ, જાણો કેવો રહ્યો છે તેનો ફાઈનલમાં રેકોર્ડ
-
Ind vs SL Live Score Asia cup 2023 :ભારતીય ટીમ વધુ ખતરનાક બનશે
ભારતીય ટીમ બેશક એશિયા કપની ફાઈનલ રમશે પરંતુ તેની નજર 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પર રહેશે. જો ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવામાં સફળ રહેશે તો વર્લ્ડ કપ પહેલા તેનું મનોબળ ઘણું વધી જશે અને આવી સ્થિતિમાં ભારતીય ટીમ વધુ ખતરનાક બની જશે. શ્રીલંકામાં પણ આવી જ સ્થિતિ છે. જો કે આ ટીમને બહુ મજબૂત માનવામાં આવતી નથી પરંતુ બધા જાણે છે કે આ ટીમ કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : કોલંબોનું મેદાન કવરથી ઢંકાયું
Start of play has been delayed due to ️
Stay Tuned for more updates!
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#TeamIndia | #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/cq3ZyZnipu
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : વરસાદને કારણે મેચ ધોવાઈ જશે તો કોણ જીતશે એશિયા કપ? જાણો
ભારત અને શ્રીલંકા (India vs Sri )ની ટીમો એશિયા કપ 2023ની ફાઈનલ માટે તૈયાર છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે હવામાનનું શું કરવું? કારણ કે તમે ગમે તેટલી તૈયારી કરો, જો હવામાન ખરાબ થઈ જશે તો તમારી બધી મહેનત ધોવાઈ જશે. આ પણ વાંચો : IND vs SL, Asia Cup 2023 Final: ભારત-શ્રીલંકા ફાઈનલ પહેલા હવામાન કેવું રહેશે, વરસાદને કારણે મેચ ધોવાઈ જશે તો કોણ જીતશે એશિયા કપ? જાણો
-
Ind vs SL Live Score Asia cup 2023 : વરસાદ શરુ
ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બંન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર આવે તે પહેલા જ વરસાદ શરુ થયો છે.મેચની શરૂઆત પહેલા વરસાદ પડ્યો છે, તેથી કોલંબોમાં મેચ મોડી શરૂ થશે. હાલમાં ગ્રાઉન્ડસ્ટાફ મેદાન પર એક્ટિવ થયો છે. પિચ પર કવર ઢાંકવામાં આવ્યું છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :એશિયા કપ વનડે ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન
- સચિન તેંડુલકર- 971 રન
- રોહિત શર્મા- 939 રન
- વિરાટ કોહલી- 742 રન
- એમએસ ધોની- 648 રન
- ગૌતમ ગંભીર- 573 રન
-
Ind vs SL Live Score Asia cup 2023 : રોહિત શર્માની પ્લેઇંગ-11
Toss & Team News from Colombo
Sri Lanka have elected to bat against #TeamIndia in the #AsiaCup2023 Final.
Here’s our Playing XI #INDvSL
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN pic.twitter.com/tzLDct6Ppb
— BCCI (@BCCI) September 17, 2023
-
IND vs SL, Asia Cup 2023 Final Live Score : રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં
ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ રમશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર સ્ટેજમાં પણ ટક્કર થઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત થઇ હતી. ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં સારા ફોર્મમાં રહ્યો છે અને તે આશા કરશે કે તે ભારતીય ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરી શકે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : રોહિત શર્માએ પ્લેઇંગ-11માં પાંચ ફેરફાર કર્યા
એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શનાકાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત મહેશ તિક્ષાના સ્થાને હેમંત રમી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પ્લેઇંગ-11માં પાંચ ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની વાપસી થઈ છે. તે જ સમયે ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તક મળી છે. સુંદર ઓફ સ્પિનર છે. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ શમીને બહાર કરવામાં આવ્યા છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :બંને ટીમો નીચે મુજબ છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરાવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (c), દુનિથ વેલાલાગે, દુષણ હેમંથા, પ્રમોદ મદુશન, મથિશા પાથિરાના.
-
Ind vs SL Live Score Asia cup 2023 :વિરાટ કોહલીની ત્રીજી એશિયા કપ ફાઇનલ
- કોહલીનો એશિયા કપ ફાઇનલમાં રેકોર્ડ
- 2010- 28 (34) વિ. શ્રીલંકા
- 2016- 41* (28) વિ. બાંગ્લાદેશ (ટી-20 ફોર્મેટ)
-
Ind vs SL Live Score Asia cup 2023 :શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. મહિષ તિક્ષાના સ્થાને હેમંતને સ્થાન મળ્યું છે.
Sri Lanka won the toss and elected bat first! Here’s your playing XI #LankaLions #SLvIND #AsiaCup2023 pic.twitter.com/Y94pZZgk0k
— Sri Lanka Cricket (@OfficialSLC) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 :રોહિત શર્મા રમશે તેની પાંચમી એશિયા કપ ફાઇનલ
રોહિત શર્માનો એશિયા કપ ફાઇનલમાં રેકોર્ડ
- 2008- 3 (8) વિ. શ્રીલંકા
- 2010- 41(52) વિ. શ્રીલંકા
- 2016- 1 (5) વિ. બાંગ્લાદેશ (ટી-20 ફોર્મેટ)
- 2018- 48 (55) વિ. બાંગ્લાદેશ
-
Ind vs SL Live Score Asia cup 2023 :શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે
-
Ind vs SL Live Score Asia cup 2023 :જો ફાઇનલ મેચ સંપૂર્ણપણે ધોવાઇ જાય તો એશિયા કપ કોણ જીતશે?
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થશે કે જો ફાઈનલ મેચ રિઝર્વ ડે પર પણ પૂરી ન થઈ શકે તો એશિયા કપનો વિજેતા કોણ બનશે? તો આ સ્થિતિમાં ભારત-શ્રીલંકા સાથે તે જ થશે જે 21 વર્ષ પહેલા એટલે કે 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની સાથે થયું હતું. ભારત અને શ્રીલંકાને એવોર્ડ વહેંચીને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : એશિયા કપ 2023માં શ્રીલંકા ટીમનું પ્રદર્શન
- શ્રીલંકા vs બાંગ્લાદેશ – 5 વિકેટે જીત
- શ્રીલંકા vs અફઘાનિસ્તાન – 2 રને જીત
- શ્રીલંકા vs બાંગ્લાદેશ – 21 રને જીત
- શ્રીલંકા vs ભારત – 41 રનથી હાર
- શ્રીલંકા vs પાકિસ્તાન – 2 વિકેટથી જીત
-
Ind vs SL Live Score Asia cup 2023 : એશિયા કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન
- ભારત vs પાકિસ્તાન – મેચ રદ્દ
- ભારત vs નેપાળ – 10 વિકેટે જીત
- ભારત vs પાકિસ્તાન – 228 રનથી જીત
- ભારત vs શ્રીલંકા – 41 રને જીત
- ભારત vs બાંગ્લાદેશ – 6 રનથી હાર
-
Ind vs SL Live Score Asia cup 2023 : એશિયાનો રાજા કોણ છે?
જો આપણે એશિયા કપની વાત કરીએ તો ભારતે અત્યાર સુધી આ ખિતાબ 7 વખત જીત્યો છે, જેમાં 6 વખત ODI ફોર્મેટમાં અને એક વખત T-20 ફોર્મેટનો સમાવેશ થાય છે. શ્રીલંકાએ 6 વખત જ્યારે પાકિસ્તાને 2 વખત ખિતાબ જીત્યો છે. ભારતે 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018માં આ ખિતાબ જીત્યો હતો. એટલે કે ટીમ ઈન્ડિયા છેલ્લા પાંચ વર્ષથી એશિયા કપ જીતી શકી નથી, 2022માં યોજાયેલ એશિયા કપ શ્રીલંકાએ જીત્યો હતો.
-
Ind vs SL Live Score Asia cup 2023 :રોહિત શર્મા રમશે તેની 250મી વનડે મેચ
ભારતમાં માટે સૌથી વધુ વનડે મેચ
- સચિન તેંડુલકર- 463
- એમએસ ધોની- 347
- રાહુલ દ્રવિડ- 340
- મોહમ્મદ અઝરૂદીન- 334
- સૌરવ ગાંગુલી- 308
- યુવરાજ સિંહ- 301
- વિરાટ કોહલી- 280
- અનિલ કુંબલે- 269
- રોહિત શર્મા- 250
-
Ind vs SL Live Score Asia cup 2023 : ભારત એશિયા કપની ફાઇનલમાં આગળ
India and Sri Lanka to contest in Asia Cup Final for the 8th Time on Sunday, 17th September. India leads the Asia Cup finals head-to-head against Sri Lanka.#AsiaCup #AsiaCup2023 #Cricket #INDvsSL #SLvsIND #TeamIndia #IndianCricketTeam #Colombo #IndiavsSriLanka #SriLankavsIndia… pic.twitter.com/JTYp3Mcg35
— Tv9 Gujarati (@tv9gujarati) September 16, 2023
-
વિશ્વકર્મા યોજના આશાનું કિરણ – પીએમ મોદી
વિશ્વકર્મા યોજનાનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આજનો દિવસ કારીગરોને સમર્પિત છે. આ યોજના આશાનું નવું કિરણ છે. વિશ્વકર્મા દેશના મૂળ છે. વિશ્વકર્મા ભાઈઓનું યોગદાન સૌ કોઈ જુએ છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : મેચ થોડી વારમાં શરુ થશે
All eyes on the prize
Grand finale time ⏳#TeamIndia | #AsiaCup2023 | #INDvSL pic.twitter.com/8BzKFlOWwY
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : બંને ટીમો સ્ટેડિયમ પહોંચી
ભારત અને શ્રીલંકાની ટીમો પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચી ગઈ છે. શ્રીલંકાની ટીમ પણ આત્મવિશ્વાસથી ભરેલી છે કારણ કે હોમ ટીમ સતત 15 વનડે જીતીને શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકાની ટીમ તેના મુખ્ય સ્પિનર મહિષ બહાર છે. બેટિંગમાં શ્રીલંકા પાસે કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા છે જ્યારે બોલિંગમાં સ્પિનર વેલાલાગે સારા ફોર્મમાં છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :વરસાદ વિલન બની શકે છે
ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે. જોકે, ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : ચાહકોને ભીડથી બચવા માટે વહેલા પહોંચવાની સલાહ
Relive #TeamIndia‘s journey to the #AsiaCup2023 Final ahead of today’s summit clash against Sri Lanka in Colombo ️#INDvSL pic.twitter.com/FSEOvqLv2M
— BCCI (@BCCI) September 17, 2023
-
Ind vs SL Live Score Asia cup 2023 : એશિયા કપની ફાઈનલની તમામ ટિકિટો વેચાઈ ગઈ
એશિયા કપ 2023ની ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પોસ્ટ કર્યું છે, તેઓએ લોકોને સલાહ આપી છે કે તેઓ શ્રીલંકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ફાઈનલ જોવા ટિકિટ ખરીદવા ટિકિટ કાઉન્ટર અથવા મેદાન પર ન પહોંચે. તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, “જે લોકોએ ફાઈનલ જોવા માટે ટિકિટ ખરીદી છે તેઓને ભીડથી બચવા માટે વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવે છે.”
-
Ind vs SL Live Score Asia cup 2023 :ભારત 2018 પછી એકપણ ટાઇટલ જીતી શક્યું નથી
ભારતે છેલ્લે 2018 માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટાઇટલ જીત્યું હતું જ્યારે રોહિતની ટીમે દુબઈમાં એશિયા કપમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારત મહત્વની મેચો અને પ્રસંગોમાં વર્ચસ્વ જમાવવામાં નિષ્ફળ રહ્યું.
ભારત 2019 ODI વર્લ્ડ કપ અને 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે. તે 2019 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અને 2023 WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ટીમ ગયા વર્ષે એશિયા કપમાં પણ તેની હાજરીનો અનુભવ કરવામાં નિષ્ફળ રહી હતી જેમાં શ્રીલંકાએ ટાઈટલ જીત્યું હતું જે T20 ફોર્મેટમાં રમાયું હતું.
-
Ind vs SL Live Score Asia cup 2023 : ભારત સાત વખત ચેમ્પિયન
ભારત આ ટૂર્નામેન્ટમાં છ વખત ODI અને T20માં એક વખત જીત્યું છે, જ્યારે શ્રીલંકાએ ODIમાં પાંચ વખત અને T20માં એક વખત જીત મેળવી છે. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટ UAEમાં T20 રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત મેળવી હતી. ભારતીય ટીમે છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ટાઇટલ જીત્યું નથી, તેથી રવિવાર તેમના માટે તેમના ખાતામાં બીજી ટ્રોફી ઉમેરવાની સારી તક હશે.
-
Ind vs SL Live Score Asia cup 2023 :ODI એશિયા કપમાં સમાન સ્પર્ધા
ભારત અને શ્રીલંકા ODI એશિયા કપમાં 20 વખત આમને-સામને આવી ચુક્યા છે. તેમાંથી 10 મેચ ભારત અને 10 શ્રીલંકાએ જીતી છે. સ્પર્ધા સમાન છે. છેલ્લી વખત આ બંને ટીમ આ વર્ષે એશિયા કપમાં સુપર ફોરમાં ટકરાયા હતા. ત્યારબાદ ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી.
-
Ind vs SL Live Score Asia cup 2023 :મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે
મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો એટલે કે બપોરે 2.30 વાગ્યે થશે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : શ્રીલંકા સામે ભારતનો રેકોર્ડ
ભારતીય ટીમે ઘરઆંગણે શ્રીલંકા સામે 65 વનડે મેચ રમી છે. તેમાંથી ભારતે 31 મેચ જીતી છે અને શ્રીલંકાએ 28 મેચ જીતી છે. છ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જોકે, શ્રીલંકામાં બંને વચ્ચેની છેલ્લી પાંચ વનડેમાંથી ચારમાં ભારતે જીત મેળવી છે. એકમાં દાસુન શનાકાની ટીમ જીતી હતી.
-
Ind vs SL Live Score Asia cup 2023 : બંને ટીમોના આંકડા
ભારત અને શ્રીલંકાની ટીમો અત્યાર સુધી વનડેમાં 166 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચ અનિર્ણિત રહી હતી અને એક મેચ ટાઈ રહી હતી.
-
Ind vs SL Live Score Asia cup 2023 : બંને ટીમો મુશ્કેલીમાં
જો કે આ ટાઈટલ મેચ પહેલા બંને ટીમોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે બંને ટીમના એક-એક ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. બાંગ્લાદેશ સામે ભારતના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલના હાથમાં બોલ વાગ્યો હતો અને તેથી તે ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઓફ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુંદર પ્લેઇંગ-11માં રમે છે કે નહીં.
-
Ind vs SL Live Score Asia cup 2023 : રોહિતના નામે 2 મોટી સિદ્ધિઓ હશે
ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આજનો દિવસ મોટો છે. આ એશિયા કપની ફાઈનલ તો છે જ, પરંતુ તેના માટે બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરવાનો મોકો પણ હશે. રોહિત મેદાન પર આવતાની સાથે જ આ બંને સિદ્ધિઓ હાંસલ કરશે. જ્યારે તે આજે ફાઇનલ મેચ રમશે ત્યારે તે તેની 250મી ODI અને 450મી આંતરરાષ્ટ્રીય મેચ હશે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : કોલંબોમાં હવામાન કેવું છે?
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલંબોમાં હાલ હવામાન સ્વચ્છ છે. સારી વાત એ છે કે આ ટાઈટલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
-
Ind vs SL Live Score Asia cup 2023 : એશિયા કપમાં ભારત-શ્રીલંકા ફાઈનલનો ઈતિહાસ
એશિયા કપની ફાઈનલમાં જો કોઈ બે ટીમો સૌથી વધુ ટકરાઈ હોય તો તે ભારત અને શ્રીલંકા છે. માત્ર ODI ફોર્મેટમાં રમાતા એશિયા કપની વાત કરીએ તો, ભારત અને શ્રીલંકા આ વખતે 8મી વખત ટકરાશે. છેલ્લી 7 ફાઇનલમાં ભારત 4-3થી આગળ છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ એશિયા કપમાં તેની કુલ 10મી ફાઈનલ રમી રહી છે. 8 ODI ફોર્મેટ ફાઈનલ ઉપરાંત 2 T20 ફોર્મેટ ફાઈનલ છે.
Published On - Sep 17,2023 11:59 AM