AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IND vs SL : શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારત એશિયા કપમાં ‘ચેમ્પિયન’

શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. ભારતે રેકોર્ડ આઠમી વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે. ભારતની જીતમાં સૌથી મોટું યોગદાન મોહમ્મદ સિરાજનું રહ્યું હતું. સિરાજે કમાલ બોલિંગ કરી 6 વિકેટ ઝડપી હતી અને ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભારતે માત્ર 6.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી હતી. શ્રીલંકાને પાંચમી વખત એશિયા કપ ફાઇનલમાં હરાવી ભારત ચેમ્પિયન બન્યું હતું.

Breaking News: IND vs SL : શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારત એશિયા કપમાં 'ચેમ્પિયન'
Champion in Asia Cup
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 6:52 PM
Share

ભારતે 5 વર્ષની રાહ જોયા બાદ ફરી એશિયા કપ 2023 (Asia Cup 2023) પર કબજો જમાવ્યો છે. રવિવાર 17 સપ્ટેમ્બરના રોજ, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આવી ફાઇનલ યોજાઈ, જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. કોઈપણ ક્રિકેટ ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ ફાઈનલ જેવી એકતરફી ફાઈનલ ભાગ્યે જ જોવા મળી છે. મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ના અત્યાર સુધીના સૌથી યાદગાર સ્પેલે શ્રીલંકા સામે એવી તબાહી મચાવી દીધી કે આખી ટીમ 92 બોલમાં માત્ર 50 રનમાં જ પડી ગઈ. ટીમ ઈન્ડિયા (Team India) એ કોઈપણ સમસ્યા વિના આ મેચ અને 10 વિકેટથી ખિતાબ જીતી લીધો.

મોહમ્મદ સિરાજે મચાવી તબાહી

કોલંબોમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડની તમામ મેચોની જેમ ફાઇનલમાં પણ વરસાદનો ખતરો હતો, પરંતુ શરૂઆતની 15-20 મિનિટના ઝરમર ઝરમર વરસાદ પછી ભારતીય ઝડપી બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. શરૂઆત જસપ્રિત બુમરાહે કરી હતી અને અંત હાર્દિક પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ મેચનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો, જેણે તેની કારકિર્દીની સૌથી ઘાતક બોલિંગ કરી હતી 6 વિકેટ લઈ એકલા હાથે શ્રીલંકાને ધ્વસ્ત કર્યું હતું.

સિરાજે એક જ ઓવરમાં ચાર વિકેટ લીધી

ટોસ જીત્યા બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે થોડું આશ્ચર્યજનક હતું. ત્યારબાદ વરસાદના કારણે મેચ લગભગ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી. મેચ શરૂ થતાં જ માત્ર ભારતીય પેસરો જ સારા ફોર્મમાં હતા. જસપ્રિત બુમરાહે પ્રથમ ઓવરમાં જ કુસલ પરેરાની વિકેટ લીધી હતી. અહીંથી પાયો નાખવામાં આવ્યો અને પછી ખરી રમત ચોથી ઓવરમાં શરૂ થઈ, જ્યારે સિરાજે એક-બે નહીં, પરંતુ 4 શ્રીલંકાના બેટ્સમેનોને એક જ ઓવરમાં આઉટ કર્યા. ત્યાર બાદ બીજી જ ઓવરમાં સિરાજે તેની પાંચમી વિકેટ પણ લીધી હતી.

સિરાજ-હાર્દિક-બુમરાહની ધારદાર બોલિંગ

છઠ્ઠી ઓવર સુધીમાં શ્રીલંકાએ માત્ર 12 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને પરિણામ નિશ્ચિત જણાતું હતું. માત્ર કુસલ મેન્ડિસ અને દુષણ હેમંતા જ ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા હતા, જેના કારણે શ્રીલંકા કોઈક રીતે 50ના આંકડાને સ્પર્શવામાં સફળ રહી હતી. ભારત સામેની વનડેમાં પણ આ શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર હતો. હાર્દિકે છેલ્લી બે બોલમાં બે વિકેટ લઈ શ્રીલંકાને ઓલઆઉટ કર્યું હતું. બુમરાહે એક, હાર્દિકે ત્રણ અને સિરાજે 6 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Asia Cup Final: મોહમ્મદ સિરાજે મેદાનમાં કંઈક એવું કર્યું, વિરાટ કોહલી હસવાનું રોકી શક્યો નહીં, જુઓ Video

ભારત આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું

જ્યાં સુધી બેટિંગની વાત છે તો જીત નિશ્ચિત હતી, તેથી કેપ્ટન રોહિત શર્મા પોતે ઓપનિંગ માટે આવ્યો ન હતો અને ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવા મોકલ્યો હતો. બંનેએ વધુ સમય લીધો ન હતો અને માત્ર 37 બોલ (6.1 ઓવર)માં ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. આ રીતે ભારતે 263 બોલ બાકી રહેતા જીત મેળવી, જે આ રીતે ટીમની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે કેન્યા સામે 231 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. તેમજ ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો, જેમાંથી ભારત ફાઇનલમાં શ્રીલંકાને પાંચમી વખત હરાવી ચેમ્પિયન બન્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">