ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટ જીતી, ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પર કબજો કર્યો
ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી છે.
ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી છે. જુરેલના બેટમાંથી વિનિંગ શોર્ટ આવ્યા છે. તેમણે 2 રન લઈ મેચ જીતાડી છે. જુરેલે 39 રન અને શુભમન ગિલ 52 રન અણનમ રહ્યા હતા.
ભારતને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક
આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 55 રનની ઈનિગ્સ રમી હતી. ભારતને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી ઈનિગ્સમાં 353 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઈનિગ્સ 307 રન પર સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ 46 રનની લીડ સાથે બીજી ઈનિગ્સમાં ઉતરી હતી.ઈંગ્લેન્ડની બીજી ઈનિગ્સ 145 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે તેની કુલ લીડ 191 રન થઈ હતી.
4TH Test. India Won by 5 Wicket(s) https://t.co/3ZdkXkSonb #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 26, 2024
રવિનદ્ર્ જાડેજાનું બેટ ન ચાલ્યું
આજે ચોથા દિવસે ભારત કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 40 રન બનાવી આગળ રમી રહી હતી. ભારતને પહેલો ઝટકો 84ના સ્કોર પર લાગ્યો જ્યારે જો રુટે યશસ્વી જ્યસ્વાલને જેમ્સ એન્ડરસનના હાથ કેચ કરાવ્યો હતો. તે 37 રન બનાવી શક્યો હતો. રોહિત શર્મા પણ ટેસ્ટ કરિયરની 17મી અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે ટૉમ હાર્ટલને બેન ફોક્સના હાથ કેચ કરાવ્યો હતો. રોહિત 55 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો, રજત પાટીદાર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ફર્યો હતો.
ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો
રવિન્દ્ર જાડેજા પણ કાંઈ ખાસ રમત દેખાડી શક્યો ન હતો 4 રન બનાવી આઉટ થયો હતો.હાર્ટલે જાડેજા અને સરફરાઝ ખાનને આઉટ કર્યા હતા. સરફરાઝ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ જુરેલ અને શુભમનગિલે શાનદાર બેટિંગ કરી અને ખરાબ બોલ પર પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. બંન્ને સ્ટ્રાઈક રોટેટ કરતા રહ્યા અને ભારતને જીત અપાવી હતી.
શુભમન ગિલે ટેસ્ટ કરિયરની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. તો ધ્રુવે પહેલી ઈનિગ્સમાં 90 રન બનાવ્યા બાદ બીજી ઈનિગ્સમાં આત્મવિશ્વાસ સાથે ક્રિઝ પર ઉતર્યો અને શાનદાર શોર્ટસ રમ્યો હતો.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા 4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો, IPL પહેલા આ ટીમની કમાન મળી
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો