હાર્દિક પંડ્યા 4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો, IPL પહેલા આ ટીમની કમાન મળી
હાર્દિક પંડ્યા ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. હાર્દિક હાલમાં ડીવાય પાટિલ ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. હાર્દિક આ ટુર્નામેન્ટમાં રિલાયન્સ-1 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટીમ પ્રથમ મેચમાં ભારત પેટ્રોલિયમ સામે સામનો કરી રહી છે.
હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે જેનું ક્રિકેટ કરિયર મેદાનથી વધુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પસાર કર્યું છે.તેનો ઈજા સાથે ખાસ સંબંધ છે. તેમ છતાં ચાહકો હાર્દિક પંડ્યાની વાપસીની રાહ જોતા હોય છે. હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે જેમણે ફાસ્ટ બેટિંગની સાથએ બોલિગ પણ કરતો જોવા મળે છે. એટલે કે, હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર છે.
વર્લ્ડ કપ 2023ની એક મેચ દરમિયાન હાર્દિકને ઈજા થઈ
સૌ કોઈ જાણે છે કે, હાર્દિક જો 5-10 ઓવર મેચમાં ટકી ગયો તો હારેલી મેચ પણ પલટાવી શકે છે. હાર્દિક જેવી તાકાત ખુબ ઓછા ક્રિકેટર પાસે છે. હાલમાં વર્લ્ડ કપ 2023ની એક મેચ દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી અને તે આખી ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો ન હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ અનેક સીરિઝ રમી પરંતુ હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર રહ્યો અને તેને સમગ્ર સમય પોતાની રિકવરી પર આપ્યો હતો. હવે આ ખેલાડી કેટલાક મહિનાઓ બાદ ક્રિકેટના મેદાન પર ફરી એક વખત વાપસી કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાની મેદાનમાં વાપસી
હાર્દિક પંડ્યાએ ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી લીધી છે. હાર્દિક હાલમાં ડીવાઈ પાટિલ ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહી છે. આ ટૂર્નામેન્ટમાં હાર્દિક રિલાયન્સ-1 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટીમની પહેલી મેચમાં ટક્કર ભારત પેટ્રોલિયમથી થઈ રહી છે. ઓક્ટોબર 2023માં હાર્દિક વર્લ્ડકપ દરમિયાન એક મેચમાં ઈજા થઈ હતી. હાર્દિક ત્યારબાદ રિકવરી પર કામ કરી રહ્યો હતો. આ વચ્ચે હાર્દિક ગુજરાત જાયન્ટ્સની ટીમને છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં પહોંચ્યો છે અને તેમણે મુંબઈની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી છે, હાર્દિક હવે સીધો આઈપીએલ 2024માં ફરી એક વખત રમતો જોવા મળશે.
હાર્દિક પંડ્યાએ 2019થી 2023 વચ્ચે મોટાભાગની આંતરરાષ્ટ્રીય મેચ મિસ કરી છે. 2019 વર્લ્ડકપથી લઈ 2023 વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાએ કુલ 66 વનડે મેચ રમી છે પરંતુ આ વચ્ચે હાર્દિક પંડ્યાએ માત્ર 28 મેચમાં હાજર રહ્યો છે. હાર્દિકની હાજરી 50 ટકા ઓછી હતી.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટ જીતી, ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પર કબજો કર્યો
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો