શું તમે જાણો છો Indian Premier Leagueની શરુઆત કરવાનો વિચાર કોને આવ્યો, IPLની શરૂઆત કેવી રીતે થઈ

|

Mar 28, 2023 | 11:38 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની શરૂઆત પહેલા ભારતમાં ઈન્ડિયન ક્રિકેટ લીગ નામની બીજી લીગ હતી પરંતુ બીસીસીઆઈએ તેને મંજૂરી આપી ન હતી.

શું તમે જાણો છો Indian Premier Leagueની શરુઆત કરવાનો વિચાર કોને આવ્યો, IPLની શરૂઆત કેવી રીતે થઈ

Follow us on

વિશ્વની સૌથી ધનાઢ્ય અને ક્રિકેટની સૌથી પ્રખ્યાત લીગ – ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 15મી સીઝન 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન સમગ્ર ક્રિકેટ જગતની નજર આ લીગ પર રહેશે. IPL એક એવી લીગ બની ગઈ છે જેમાં આ દુનિયાનો દરેક ક્રિકેટર રમવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ લીગની શરૂઆત કેવી રીતે થઈ. આ લીગ શરુ કરવાનો વિચાર કોના મગજમાં આવ્યો હતો અને કેવી રીતે આઈપીએલ માટે તમામ વિચારો એકત્ર કરવામાં આવ્યા.

એ તો બધા જાણે છે કે લીગની પહેલી સીઝન 2008માં રમાઈ હતી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તત્કાલીન ઉપાધ્યક્ષ લલિત મોદીએ આ લીગની શરૂઆત કરી હતી, પરંતુ સ્ટોરી વધુ રસપ્રદ છે.

BCCI દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો

આઈપીએલ પહેલા ભારતમાં બીજી ક્રિકેટ લીગ શરૂ થઈ. આ લીગનું નામ ઈન્ડિયન ક્રિકેટ લીગ એટલે કે આઈસીએલ હતું. જોકે બીસીસીઆઈએ આ લીગને તેની મંજૂરી આપી ન હતી અને તેથી જ તેને બળવાખોર લીગ કહેવામાં આવી હતી. આ લીગમાં ભાગ લેનાર ખેલાડીઓ પર BCCI દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.આ પછી IPL આવી અને કહેવાય છે કે તે ISLનો જવાબ હતો. આ દરમિયાન ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો અને એવું પણ કહેવાય છે કે આ પછી આઈપીએલની યોજના મનમાં આવી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લીગના પ્રથમ કમિશ્નર અને બીસીસીઆઈના પૂર્વ ઉપાધ્યક્ષ લલિત મોદીએ ઘણા સમય પહેલા આવી લીગની યોજના બનાવી હતી. લલિત મોદીએ 1996માં જ આવી લીગ શરૂ કરવાનું વિચાર્યું હતું. તે સમયે તેઓ મોદી એન્ટરટેઈનમેન્ટ નેટવર્કના માલિક હતા અને તેમની કંપનીએ ESPN સાથે સંયુક્ત સાહસ બનાવ્યું હતું. BCCIએ ભારતીય ટીમની મેચોના અધિકારો ESPNને વેચી દીધા હતા. તે જ સમયે લલિત મોદીએ પ્રોફેશનલ લીગનું આયોજન કરવાની યોજના બનાવી અને આ વિચાર તેમને અમેરિકન પ્રોફેશનલ સ્પોર્ટ્સને સમજ્યા બાદ આવ્યો.

બીસીસીઆઈએ આ લીગને મંજૂરી આપી

લલિત મોદીએ 1996માં તેમનું સપનું સાકાર કરવાનું નક્કી કર્યું અને ઈન્ડિયન ક્રિકેટ લીગ નામની શહેર આધારિત લીગનું આયોજન કરવાનું વિચાર્યું. તેણે વિચાર્યું કે ટીમને ફ્રેન્ચાઇઝી તરીકે વેચવામાં આવશે અને ESPN તેની મેચોનું પ્રસારણ કરશે. આ સાથે બીસીસીઆઈને વાર્ષિક રોયલ્ટી આપવામાં આવશે.

બીસીસીઆઈએ આ લીગને મંજૂરી આપી હતી અને તેના ખેલાડીઓ અને મેદાનનો ઉપયોગ કરવા માટે પણ સંમત થયા હતા. આ પછી મોદીએ ખેલાડીઓને સામેલ કરવા માટે ઘણા પૈસા ખર્ચ્યા, પરંતુ તે સમયે BCCIના એક અધિકારીએ મોદી પાસે લાંચ માંગી અને મોદીએ તે આપવાની ના પાડી દીધી. આ સાથે મોદીનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. ધ ક્વિન્ટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ બધી વાતો મોદીએ કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં કહી હતી.

2007માં ફરીથી શરુઆત

2007 સુધીમાં, ક્રિકેટમાં ઘણો બદલાવ આવ્યો હતો અહીં મોદીએ ફરી પોતાનું સપનું સાકાર કરવા વિશે વિચાર્યું અને આ વખતે તેમણે T20 લીગનું આયોજન કરવાનું વિચાર્યું. તે સમયે મોદી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ હતા. પોતાનું સપનું સાકાર કરવા તે ઈંગ્લેન્ડ ગયો અને આઈએમજી વર્લ્ડના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્રુ વાઈલ્ડબ્લડને મળ્યો. બંનેએ ભારતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ્સ અને આ બધાની હાજરીમાં IPLને કેવી રીતે સફળ બનાવવી તે વિશે વાત કરી.

બીસીસીઆઈએ લીલી ઝંડી આપી દીધી

મોદી બીસીસીઆઈની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા અને 10 સપ્ટેમ્બર 2007ના રોજ તત્કાલિન બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારે મોદીને લીગના આયોજન માટે 25 મિલિયન ડોલર એટલે કે લગભગ બે કરોડ 50 લાખ ભારતીય રૂપિયાનો ચેક આપ્યો હતો. આ પૈસા એટલા માટે આપવામાં આવ્યા હતા જેથી તે IPL માટે ખેલાડીઓ ખરીદી શકે. બે દિવસ પછી એટલે કે 12 સપ્ટેમ્બરે મોદીએ IPLની શરૂઆત કરી. મોદીએ 2007માં T20 વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેમને આ લીગમાં કેટલી રકમ અને સુવિધાઓ મળશે તે વિશે જણાવ્યું હતું. આ પછી ખેલાડીઓ લીગમાં જોડાવા માટે સંમત થયા.

વિવિધ બોર્ડ સાથે બેઠક

વિદેશી ખેલાડીઓને પણ આ લીગમાં રમવાનું હતું અને આવી સ્થિતિમાં મોદીને ખબર હતી કે વિદેશી બોર્ડે સંમત થવું પડશે જેથી તેઓ તેમના ખેલાડીઓને IPLમાં રમવા માટે NOC આપી શકે. મોદીએ વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી અને તેમને સમજાવ્યા. તમામ બોર્ડ સંમત થયા પરંતુ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સહમત ન થયા, પરંતુ તેમ છતાં મોદીએ લીગ શરૂ કરી અને પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ રમતા જોવા મળ્યા.

આ લીગમાં ફ્રેન્ચાઈઝીની બોલી લગાવવામાં આવી હતી, જેમાં મુંકેશ અંબાણીએ મુંબઈ, શાહરૂખ ખાન કોલકાતા, પ્રીતિ ઝિંટા પંજાબ, વિજય માલ્યા બેંગ્લોર, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી રાજસ્થાન, મીડિયા હાઉસ ડેક્કન ક્રોનિકલે હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. અગાઉ આ લીગ આઠ ટીમોની લીગ હતી. ગયા વર્ષે આ લીગમાં ટીમોની સંખ્યા વધારીને 10 કરવામાં આવી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Next Article