Video :રોહિત શર્માએ શાહીન આફ્રિદીના બોલ પર ફટકારી શાનદાર સિક્સર, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2024 મેચમાં રોહિત શર્માએ શાહીન આફ્રિદીની બોલ પર શાનદાર સિક્સ ફટકારી. તેનો આ શોટ જોઈને પાકિસ્તાની કેમ્પમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે તેણે બે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી.

Video :રોહિત શર્માએ શાહીન આફ્રિદીના બોલ પર ફટકારી શાનદાર સિક્સર, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Rohit Sharma
Follow Us:
| Updated on: Jun 09, 2024 | 10:22 PM

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્માએ પહેલી જ ઓવરમાં એવું કર્યું કે દુનિયા જોતી રહી. પહેલી ઓવરમાં શાહીન આફ્રિદીના હાથમાં બોલ હતો અને તેણે પોતાની સ્વિંગથી રોહિતને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય કેપ્ટનના ઈરાદા અલગ હતા.

શાહીન આફ્રિદીના બોલ પર શાનદાર સિક્સર ફટકારી

રોહિત શર્માએ શાહીન આફ્રિદીના ત્રીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. રોહિતનો આ સિક્સ એટલો શાનદાર હતો કે શાહીન આફ્રિદી પણ હસવા લાગ્યો. ખરેખર, શાહિને આ બોલને ગુડ લેન્થ એરિયામાં ફેંક્યો અને રોહિતે તેને ઉપાડીને સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો.

વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
સલમાનથી લઈને રેખા સુધી, સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યાં આ બોલિવુડ સ્ટાર્સ

રોહિતે આ ખાસ સિદ્ધિ હાંસલ કરી

શાહીન આફ્રિદી પહેલી જ ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો છે પરંતુ રોહિતે તેની સામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા શાહીનની પ્રથમ ઓવરમાં સિક્સર ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે ODIમાં પણ તે શાહીનની પ્રથમ ઓવરમાં સિક્સર મારનાર પ્રથમ ક્રિકેટર હતો.

View this post on Instagram

A post shared by ICC (@icc)

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી

આ સાથે જ રોહિતે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો છે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 1016 રન બનાવ્યા હતા, હવે રોહિત તેના કરતા આગળ નીકળી ગયો છે. હવે વિરાટ કોહલી રોહિતથી આગળ છે, જેણે T20 વર્લ્ડ કપમાં 1142 રન બનાવ્યા છે.

રોહિત શર્માની ટોસ દરમિયાન બની મજાક

જો કે, આ છગ્ગા પહેલા રોહિત શર્માએ ટોસ દરમિયાન કંઈક એવું કર્યું કે બધા હસવા લાગ્યા. ટોસ દરમિયાન જ્યારે રવિ શાસ્ત્રીએ તેને સિક્કો ઉછાળવાનું કહ્યું ત્યારે રોહિતે સિક્કો શોધવાનું શરૂ કર્યું. પાછળથી તેને યાદ આવ્યું કે તેણે સિક્કો પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. રોહિતની આ ક્રિયા જોઈને બાબર આઝમ હસી પાડ્યો હતો. રોહિતનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો : IND vs PAK: રોહિત શર્માએ ટોસ દરમિયાન કરી ભૂલ, મજાક બની ગઈ તેની ભૂલવાની આદત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">